________________
૧૬૧
તે માટે ઉદારતા અને વિવેકબુદ્ધિ વ્યક્તિએ રાખવી ઘટે; તે વધે નહીં આવે; એવું મને નમ્રપણે લાગે છે. સાધુ સાધ્વીનું માર્ગદર્શન
મુનિ શ્રી સંતબાલજી કહે –“ વિશ્વાવાત્સલ્ય અને સર્વોદય એ બન્નેને સમન્વય માટલિયાએ સુંદર રીતે કર્યો છે, એમાં અનુબંધની વાત સર્વોદય વિચારમાં ઉમેરવાની છે.
એવી જ બીજી વાત ગાંધીજીના કાર્યક્રમમાં સાધુ-સાધ્વીઓના માર્ગદર્શનની છે. તે અવ્યકતપણે હતી; હવે વ્યક્તરૂપે લેવાની છે. ગાંધીજી વખતે ભારતનું કાર્યક્ષેત્ર મુખ્યપણે તેમને ફાળે હતું; હવે “વિશ્વનાલ્ય
ધ્યેયને ફાળે જગતનું કાર્યક્ષેત્ર આવ્યું છે. ગાંધીજીને સાધુ-સાધ્વીઓ વિના ચાલ્યું પણ આ યુગે આપણને એમના વગર નહીં ચાલે. એટલે જૈનધર્મના ભગવાન મહાવીર અને તે પહેલાની જન પરંપરા સાથે ગાંધીજીના વિચાર અને કાર્યક્રમની સાથે આપણે તાળો મેળવવાને ખાસ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com