________________
૧૫
અને તેને ભંગ કરે તે અનીતિ છે. રાવણ નીતિમાં ઢીલો પડ્યો કે તેનું પતન થયું. કૌરનું પણ એમ જ થયું. ઉધઈ જેવું નાનું પ્રાણું. આખી ઈમારતને ઢીલી બનાવીને પાડી દે છે. તેમ સમાજમાં અનીતિ પસીને તેને પાડી દે છે. માટે શરૂઆતથી જ વિશ્વાત્સલ્યની નીતિનિષ્ઠા કેળવવાની જરૂર છે.
આપણે વિશ્વ વાત્સલ્યનું નાનું એકમ ઘર લીધું છે. એટલે આજે બે કુટુંબના અનુભવની વાત કરીશ.
વિચાર જગાવવાની જરૂર
પંચાવન વર્ષના એક બ્રાહ્મણ, ખાતાપીતા વેપારી હતા. પથ્થરની લાટી હતી. શરીર ઠીક હતું. તેમને બે છોકરા હતા, પત્ની હતી, છતાં બીજી સ્ત્રી કરવાનું મન થયું. તેમને કન્યા આપવાવાળા મળી. ગયા. તેમણે શરત મૂકી કે તમારી જૂની બૈરી સાથે ન રહે તે કન્યા આપુ.
બને દીકરા જુવાન હતા. તેમને વધે અને જૂની પત્નીને, વાંધો પણ ખરો. વિકાર આવ્યો કે વિચાર ભાગ્યો. એજ ધૂનમાં તેમણે પત્નીને ઝેર પાયું અને મારી નાખી. બહારની દુનિયાને “આપઘાત. થયા છે” એમ જણાવ્યું. સોળહજાર રૂપિયા આપીને બીજા લગ્ન પણ કરી લીધાં.
બે દીકરા અલગ થયા. સંબંધ તૂટી ગયા. છોકરાઓને સાથે રહેવા બહુ સમજાવ્યા પણ માને ઝેર આપનાર બાપ સાથે કઈ રીતે રહી શકાય! યુવાન દીકરાઓએ વિરોધ તે કરેલો પણ સંગઠિત રૂપે અસરકારક ન બની શક્યો.
આમ ઘરના એકમને વડે વગર વિચાર કરે તે બધું તૂટી પડે. અને વહાલને બદલે ઝેર થાય. તેણે નીતિ ઉપર કાયમ રહેવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com