________________
૧૫૪
સતત ખ્યાલ રાખશે; જેથી બન્નેને લાભ સમાજને મળશે. અનુબંધનું કર્મચક્ર, સતત પાદવિહાર, ભિક્ષાચારી અને તેને કારણે થતા ઊંડા જનસ પર્ક વડે ચાલુ રહેશે. તે ઉપરાંત પ્રાર્થના પિતે કરશે અને તે ઉપરાંત સંધ્યા, પ્રતિક્રમણ કે આત્મનિરીક્ષણ પણ કરશે. (૧૧) સત્યતા, વીરતા અને અગુપ્તતા : - વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું છેલ્લું સૂત્ર એ છે કે વિશ્વવાત્સલ્યને સાધક વીરતાપૂર્ણ સાચે અને ખુલ્લો વહેવાર કરશે. તે વહેવારની દરેક બાબતમાં સચ્ચાઈને આગ્રહ રાખશે. એટલું જ નહીં, તે કોઈ પણ પ્રકારની કાયરતાને જરા પણ સ્થાન નહીં આપે. તેમજ તે કોઈની શેહશરમમાં તણાઈને પણ કાયરતા લાવશે નહીં. તે પિતાના દેશે હશે તે વીરતાપૂર્વક ખુલ્લા કરશે અને સમાજના અનિષ્ટ તને પણ ઉઘાડા પાડશે. તેનું જીવન સ્વચ્છ અને બધા માટે ખુલ્લું રહેશે એટલે કે તે પિતાની દરેક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની ગુપ્તતા રાખશે નહીં. આ સિદ્ધાંતનું આચરણ દરેક સંસ્થા પિતપતાના ઘેર યથાયોગ્ય કરશે.
ઉપર મુજબ વિશ્વવાસલ્યની નીતિનિષ્ઠાનાં અગિયાર રાત્રે રજુ કરવામાં આવ્યા છે. આ અગિયાર સૂત્રો તે વિશ્વવસલ્યમાં માનનારી અથવા વિશ્વવત્સલ સાધકની પ્રેરણાથી ઊભી થનાર દરેક સંસ્થાઓ કે તેમાં કામ કરનારી વ્યકિતઓમાં, નીતિના પાયાના ચણતર રૂપે તેવાં જોઈએ. આ નીતિનિષ્ઠા હશે તે વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા આચરવામાં સરળતા થશે.
ચર્ચાવિચારણા નીતિ અને અનીતિ
શ્રી પૂંજાભાઈએ વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠાના અંગ રૂ૫ નીતિ-નિષ્ઠાના મુદ્દા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું – A. “ નક્કી કરેલા સમાજ બંધારણના નિયમને અનુસરવું એ નીતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com