________________
૧૪૮
હશે તે સ્થાને અને તે ક્ષેત્રમાં તેને રહેવા દેશે. જો એ ચારમાંથી કઈક અયોગ્ય રીતે આગળ આવી હશે કે કોઈ કે વધારે ક્ષેત્રે આંચકી લીધી હશે તે તે તેને યોગ્ય સ્થાને અને યોગ્ય ક્ષેત્રે ગાઠવવા સતત પુરુષાર્થ કરશે.
દા. ત. કોંગ્રેસને લઈએ. અનુબંધ પ્રમાણે તેને કેમ ચોથો આવે છે પણ એણે પહેલું સ્થાન લઈ લીધું છે એટલું જ નહીં, જોઈએ તેના કરતાં વધારે ક્ષેત્રે-સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક-તેણે
ચકી લીધા છે, તે તે ક્ષેત્રને વેગ્ય સંસ્થાઓને અપાવવાનો પ્રયત્ન ભાલ નળકાંઠા પ્રયોગમાં ચાલુ છે. કેંગ્રેસ માત્ર રાજકીય સંસ્થા તરીકે રાજકીય ક્ષેત્રમાં કામ કરે તો જ તે હળવી થઈને નીતિનિષ્ઠ બની શકશે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં સંસ્થાનવાદ મુક્તિ, પંચશીલ વિ. નાં કાર્યો સારી પેઠે કરી શકશે.
[૪] જ્યાં અનુબંધ ચતુષ્ટયમાં કોઈ એક સંસ્થાને અનુબંધ ન હોય ત્યાં તેની અવેજી પૂરવી; કારણ કે જ્યાં અવકાશ રહેશે ત્યાં તરત પિલ જોઈ બીજું અનિષ્ટકારક બળ પેસી જશે. અહીં જરા જેટલી ઉપેક્ષા સેવવાથી અનર્થ થવાને સંભવ છે.
પારડીમાં ઘાસિયા મજૂરોને પ્રશ્ન ઘણે જ ગુંચવાએલો હતો. પૂ. મનિથી સંતબાલજી ત્યાં ગયા. એમણે પ્રશ્નને સારી પેઠે અભ્યાસ કર્યો. સૂરત જિલ્લા પ્રાયોગિક સંઘ તે વખતે ઊગતા જ હતા. કોંગ્રેસનું ત્યાં ઠેકાણું નહતું અને પ્રજા સમાજવાદી પક્ષ સત્તા માટે કામ કરતા હતા. મહારાજશ્રીએ એ બધું જોયું. તેમણે પારડીમાં એક જાહેર સભા બેલાવી અને તે પ્રશ્નને સચોટ ઉકેલ બતાવ્યું. લોકોને તે ગો પણ તેમણે કહ્યું:
આ પ્રશ્નમાં પ્રજાસમાજવાદી લોકે પ્રારંભથી મથતા આવ્યા છે માટે. તેમને બોલાવવા જોઈએ !”
મહારાજશ્રીએ અનુબંધ દ્રષ્ટિ સામે રાખીને કહ્યું: “તેઓ સહેજ આવે તે તે જુદી વાત છે પણ આપણે તેમને બોલાવીને પ્રતિષ્ઠા આપી શકીએ નહીં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com