________________
લોભ લાગે. કારણ કે નીતિનિષ્ઠા ઉપર તેમને શ્રદ્ધા ન હતી. તેઓ નક્કી કરેલા ભાવ કરતાં ઉંચા ભાવે લેવા અને વેચવા લાગ્યા. ખેડૂત મંડળના ખેડૂતો તે નકકી કરેલા ભાવે અનાજ ખેડૂતમંડળને જ આપતા પણ મંડળની બહારના ખેડૂતો ભાવ વધારે મળતાં બહાર વેચવા લાગ્યા. ત્યાં ભાવ તે ઊંચે મળતે પણ તોળવામાં ગોટાળો થતે એટલે તેમણે ત્યાં આપવું બંધ કર્યું અને ખેડૂતમંડળને આપવું શરૂ કર્યું. તેમને વિશ્વાસ બેસી ગયો કે ખેડૂતમંડળ નીતિ ઉપર છે અને ત્યાં અર્થને લેભ નથી. લગભગ ૧૭ હજાર મણ અનાજને સંગ્રહ થઈ ગયે. ભાવ ધાર્યા કરતાં ઊંચાં ન ગયા. એટલે ખેડૂતમંડળ સામે પ્રશ્ન આવ્યો કે તેને ખરીદશે કોણ? તે વખતે લક્ષ્મીદાસ આસરે કહ્યું કે “ગાંધી-હાટ' ખેડૂતમંડળનું બધું અનાજ ખરીદશે. એ વખતે ખેડૂતમંડળની સ્થિતિ એટલી સધ્ધર ન હતી કે અનાજ ખરીદીને સંઘરી શકે. જે તે વખતે ખેડૂતે અર્થ (પૈસા) પાછળ પડ્યા હોત કદાચ વધારે નફો મેળવી શકત પણ નીતિ ઉપર રહેવાની તેમની જે નિષ્ઠા પાકી થઈ તે કદાચ ન થાત. પરિણામે ખેડૂતમંડળ ભવિષ્યમાં જે કામ કરી શકયું તે ન કરી શક્ત. અહીં અર્થદષ્ટિ ઉપર ધર્મદષ્ટિને અંકુશ આવી ગયો.
આમ અર્થ અને કામ-લક્ષીથી ઉપર ઊઠીને ખેડૂત મડળ ધર્મલક્ષી બનીને નીતિનિષ્ઠા ઉપર ટકી રહ્યું, તે લાભ નાનોસૂને નથી. (૨) સર્વસમન્વયમાં પાયે ધર્મતત્વ:
વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું બીજુ સત્ર એ છે કે બધા ધર્મો, વિચારે, સંસ્કૃતિઓ, રાષ્ટ્ર, ક્ષેત્ર અને જ્ઞાતિઓને સમન્વય ધર્મતત્વના પાયા ઉપર કરો.
કોઈ એમ કહેશે કે બધા ધર્મોનો સમન્વય કરો છો તો બધા રાજકીય પક્ષોને સમય વિશ્વ વાત્સલ્યમાં કેમ ન થઈ શકે?
આ અંગે પૂ. સંતબાલજીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com