________________
૧૪૩
આમ પહેલા સૂત્ર પ્રમાણે એમ કહી શકાય કે વિશ્વવાત્સલ્યને અનુલક્ષીને થયેલાં સંગઠનમાં ધર્મદષ્ટિ મુખ્ય રહેશે અને અર્થ-કામદષ્ટિ ગૌણ રહેશે. અત્યાર સુધી એ જ દષ્ટિ વિશ્વ વાત્સલ્ય વિચારને અનુલક્ષીને સંચાલિત સંગઠનમાં રાખવામાં આવી છે.
કદાચ પ્રારંભમાં થોડેક લોભ જતો કરવો પડે, પણ અંતે તો નીતિના ધોરણે ચાલતી સંસ્થાઓ જ લોકમાનસને વિશ્વાસ મેળવી શકે છે અને તેમનામાં નીતિને પ્રચાર કરી શકે છે.
ભાલ નળકાંઠો ખેડૂત મંડળને દાખલો આ વાતને સ્પષ્ટ કરશે. તે મંડળ હજુ સ્થપાયું જ હતું. તે વખતે કંટ્રોલ ચાલતો હતો. ખેડૂતોને બાંધેલા ભાવે ફરજિયાત અનાજ વેચવું પડતું હતું. પણ, તેમને જોઇતી ચીજો બહુ મુશ્કેલીથી લાવવી પડતી હતી. આમ ખેતી પરવડે તેમ ન હતી. કારણ કે અંકુશ એકતરફ હતો.
એવી પરિસ્થિતિમાં ખેડૂતોએ મુનિશ્રી સંતબાલજી પાસે વાત મૂકીઃ “કાં તે સરકારે અનાજના ભાવ વધારવા જોઈએ અથવા અંકુશો કાઢવા જોઈએ.” ગુજરાતના રચનાત્મક કાર્યકરે મુનીશ્રીની હાજરીમાં મળ્યા. ખાનાર અને ખેડનાર બન્નેને પોષાય તેવા ભાવો બંધાવા જઈએ-એ જ વ્યાજબી છે. પણ તે થાય કેવી રીતે? તે વખતે ગાંધીજીએ અંકુશો કાઢી નાખવા માટે દેશવ્યાપી પ્રશ્ન મૂક્યો. સરકારને ડર હતો કે અંકુશો જતાં ભાવમાં ઉછાળો આવી જશે. અંતે ૧૯૪૭ના ડિસેમ્બરમાં અંકુશો ગયા.
તે વખતે વેપારીઓ (બાવળા વ, કસ્બાના)ની એક સભા બોલાવવામાં આવી. પૂ. મહારાજશ્રીએ વેપારીઓ અને ખેડૂત સમક્ષ સ્વેચ્છાપૂર્વકનો અંકુશ રાખવાની વાત રજૂ કરી. સહુએ તેને સ્વીકાર કર્યો અને રૂ. ૧૦) ને ભાવ નક્કી થશે.
આમાંથી મોટા ભાગના વેપારીઓ વચન આપવા છતાં આ નૈતિક સંગઠનમાં ન ભળ્યા, વચન ઉપર ટકી ન શક્યા. તેમને અર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com