SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર अहिंसाग्गहणं पंचमहव्वयाणि गहियाणि भवंति दशवैसेलि र हरिकृति (અહિંસાના પ્રહણથી પાંચ મહાવ્રતનું ગ્રહણ થાય છે.) પણ, સામાન્ય જનતા માટે આટલી ઝીણવટ અશક્ય છે અને તે ઉધે રસ્તે દેરવનારી પણ નીવડી શકે છે, અહિંસામાં કેવળ અહિંસાને જ તેને બંધ થશે; જ્યારે ધર્મશબ્દમાં અહિંસાદિ પાંચેતે ઉપરાંત બીજા ઉપવ્રતા જે બધા ધર્મોને માન્ય છે, તે આવી જાય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે તેમની પૂર્વે થયેલ ભ. પાર્શ્વનાથના ચાતુર્યામ સંવર માંથી પંચમહાવ્રતની પ્રતિસ્થાપના કરી હતી. આજે અહિંસક સમાજ રચના કહેતાં માત્ર એવા સમાજની રચનાને બંધ થશે કે જે માંસાહાર ન કરતા હોય છવવધ ન કરતો હોય કે લીલોતરી ન ખાતે હોય. અને તેવી કલ્પના સામાન્ય રીતે જૈન સમાજ કે તેને માનનારે સમાજ કરશે. વૈષ્ણવ અહિંસાને અર્થે કરશે - ગોહત્યા ન કરવી, પશુવધ ન કરો અને શાકાહાર કરવો.” માનવાનું પરસ્પરનું શોષણ, અન્યાય, અત્યાચાર, અનીતિ, ભેદભાવ, ગુલામી વગેરે હિંસાના પ્રકાર છે એવી વાત કોઈને ગળે અહિંસા કહેતા નહીં ઉતરે. એટલે જ “ધર્મ' શબ્દને અહીં આગ્રહપૂર્વક લેવામાં આવ્યું છે અને ધર્મદષ્ટિએ સમાજ રચનામાં એ વાત સ્પષ્ટ થાય છે. કોઈપણ કાર્યનું મૂર્તરૂપ સ્પષ્ટ થાય તે જ એ કાર્ય વ્યાપક બની શકે છે. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ છે. એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને જે સંગઠને ઊભાં થયાં છે તેમાં ધર્મદષ્ટિ રહેવી જોઈએ. તેમાં અર્થ કે કામ દષ્ટિ ન હોવી જોઈએ. કદાચ અર્થ-કામદષ્ટિ આવી પણ જાય તે ત્યાં સાવધાની રાખીને તેને દૂર કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy