________________
“આપણે બધા ધર્મોને સમન્વય કરી શકીએ કારણ કે તેમને પાયે ધર્મ ઉપર છે. ત્યારે બધા રાજકીય પક્ષોનું એવું નથી. કોંગ્રેસ સિવાય કોઈ પણ પક્ષને પાયો ધર્મતત્વ ઉપર નથી. એમને પાયે “સત્તા પ્રાપ્તિ છે. સત્તાની કામના એ કામલક્ષી દૃષ્ટિમાં આવે છે. આપણે સમાજમાં ધર્મદષ્ટિ રાખી છે, એટલે એને મેળ ન બેસી શકે.”
એવી જ રીતે જે પંથ કે સંપ્રદાય માત્ર હિંસા, અસત્ય, અંધવિશ્વાસ, પંચમકાર વગેરે ઉપર રચાયેલ છે તેમને પણ સમન્વય “ થઈ શકે. ઘણાનું એમ માનવું છે કે કોંગ્રેસ તો રાજકીય પક્ષ છે, તે પણ સત્તા ટકાવવા મથે છે તો શા માટે તેના સમન્વયને આગ્રહ રાખ જોઈએ? ફેંગ્રેસને ઇતિહાસ જે લોકે ઊંડાણથી જોશે તેમને જણાશે કે કેગ્રેસના પાયામાં સત્તાની વાત જ ન હતી. તેની સ્થાપના રાષ્ટ્રસેવા માટે કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસી કાર્યકરે આગળ ૧૯ કાર્યક્રમ અને વ્રતો મૂકીને અલગ અલગ સંગઠને વડે તેમને ઘડ્યા હતા. એમના એ મુદ્દાઓ અને રચનાત્મક કાર્યક્રમોમાં વિશુદ્ધ માનવસેવા અને માનવસમાજના ઉત્કર્ષનું ધ્યેય હતું. દેશ માટે સારામાં સારે તન-મન અને ધનને ભોગ તેના નેતાઓએ આપે અને કોંગ્રેસ એ રીતે તપ-ત્યાગ અને બલિદાન વડે ઘડાયેલી છે. આજે જો કે એમાં અનિષ્ટોનાં જાળાં બાજ્યાં છે તે તે ક્રાંતિપ્રિય સાધુઓ અને રચનાત્મક કાર્યકરોની અસાવધાનીના કારણે. તેને પણ જનસેવક સંગઠને અને લોકસંગઠન દ્વારા શુદ્ધિ પ્રયોગ વડે દૂર કરી શકાય છે.
ધર્મ તત્વ ઉપર રચાયેલ બધા સંગઠનને સમન્વય કરવાનું એટલા માટે જણાવવામાં આવ્યું છે કે કેવળ ધર્મ દષ્ટિ જ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની સ્વાર્થભાવના કે વિકારવાસનાને પોષણ મળતું નથી. એટલે એના આધારે જે સંગઠનો થયાં હોય તેઓ વિશ્વવાત્સલ્યને પ્રચાર કરવામાં મદદરૂપ થઈ શકે.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com