________________
૧૩૮
આમ દરેક સ્થળે સર્વપ્રથમ સમ્યક્ શ્રદ્ધા-વિચારનિજા હેવી જરૂરી છે, પણ એની સાથે એને આચારમાં મૂકવી એની પણ એટલી જ જરૂર છે. વિશ્વ વાત્સલ્યને વિચાર લગભગ દરેક ધર્મોએ-વિચારધારાએ સ્વીકારેલો છે પણ એને આચારમાં મૂકવા જતાં કેટલાં વિદને આવીને ઊભાં રહે છે તેને ખ્યાલ અગાઉ અપાઈ ગયો છે. છતાંયે જુદા જુદા ધોરણે અલગ અલગ તિક સંગઠને રચવામાં આવે અને સમાજનું ઘડતર કરવામાં આવે તે અઘરી લાગતી આચારનિષ્ઠા સરળ અને સહજ બની શકે છે.
વિશ્વાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગ છે –(૧) નીતિનિષા (૨) ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા). આ બે અંગ પૂર્ણ થાય તો જ આચારનિષ્ઠ પૂર્ણ થઈ શકે, નહીંતર તે આંશિક આચારનિષ્ઠા કહેવાશે. અહીં ધર્મ એટલે અહિંસા, સત્ય, ન્યાય વગેરેવાળું વ્યાપક ધમંતવ, એ અર્થ લેવાને છે, કઈ જૈન, બૌદ્ધ, વૈદિક, ઈસાઈ કે ઈસ્લામ એવા નામવાળે ધર્મ સમજવાને નથી.
ઘણું લેક એમ કહેશે કે વિશ્વવાત્સલ્યમાં એકલી ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા) હોય તે શું આચારનિષ્ઠા ન આવે ? વળી નીતિ-નિષ્ઠા ઉપર એટલો ભાર મૂકવાની શું જરૂર છે? નીતિનિષ્ઠા વગરની ધર્મનિષ્ઠા હોય તે વ્યકિત કે સમાજનું જે સર્વાંગી ઘડતર થવું જોઈએ, તે થતુ નથી. નીતિ સ્પષ્ટ ન હોવાને કારણે સર્વાગી-વિરૂધ એકાંગી કે અને કાંગી આચારનિષ્ઠાને ટેકો કે સમર્થન અપાઈ જવાને ભય ઊભો રહે છે. આચાર નિષ્ઠા માટે નીતિ પાયા રૂપે છે અને વ્રત એની ઉપરનું ચણતર રૂપ છે. પાયા વગરની આચારનિષા ટકી શકે, એને સંભવ ઓછો છે.
આજે નીતિનિષ્ઠાના અભાવે એવું જોવામાં આવે છે કે પારેવાને કણ નાખનારા લોકો કસાઈને પૈસે ધીરે છે અને કીડીની રક્ષા કરનાર લોકો રેશમને વેપાર કરે છે. જેમાં નીતિનિષ્ઠા તરફ જે. ઉપેક્ષા સેવાય છે તેનું પરિણામ એ આવ્યું છે કે ઠેર ઠેર પૈસા અને પૈસાદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com