________________
[9] વિશ્વવાત્સલ્યની નીતિનિષ્ઠા [૨૮-૮-૬૧]
–મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વવાદ્યની આચાર નિષ્ઠા અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યા છે. એકલી વિચારીનષ્ઠાથી સામાજિક ક્રાંતિ થઈ શકતી નથી. એ ઉપર પણ વિચાર થઈ ગયો છે. વિચારનિષ્ઠા, જૈનદર્શન પ્રમાણે ચતુર્થ ગુણસ્થાનકની ભૂમિકામાં આવે છે. ત્યાં સમ્યકજ્ઞાન અને સમ્યદર્શન સાધકને મળેલાં હોય છે, પણ સમ–ચારિત્ર એટલે કે આચાર માટેની ભૂમિકા તે પાંચમા અને છઠ્ઠ ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત થાય છે. પાંચમાં ગુણસ્થાનકમાં ચારિત્ર–આંશિક રૂપે હોય છે ત્યારે છઠ્ઠાથી લઈને ચૌદમાં સુધીમાં સંપૂર્ણ ચારિત્ર-ક્રમશઃ વધતું જાય છે, પહેલાંના ત્રણ ગુણસ્થાનકમાં તે વિચારનિષ્ઠા પણ આવતી નથી. પહેલાં ગુણસ્થાનકમાં તો મિથ્યાદર્શન એટલે બેટી વિચારસરણી હોય છે. બીજામાં સમ્યકદર્શન-જ્ઞાનને થોડોક સ્વાદ રહી જાય છે. જેમ કોઈએ ગળ્યું ખાધું હાય પછી એનો સ્વાદ રહી જાય. તે પણ ડીક ક્ષણ માટે એવું આ ગુણસ્થાનકનું છે. ત્રીજામાં મિશ્ર–એટલે કે આ સાચું કે આ ખોટું એવું ઢચું-પચું મન રહે છે અને વિચાર-નિષ્ઠા કે સાચી શ્રધ્ધા પણ આવતી નથી. આ ત્રણ ગુણસ્થાનક સુધી તો જેની દષ્ટિએ જૈન તરીકેનું ઘડતર પણ થતું નથી. ચોથા ગુણસ્થાનકમાં એ અંગેની શ્રદ્ધા-વિચારનિષ્ઠા જામે છે અને ત્યાર પછી પિતાને અને સમાજને વિકાસ સાધી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com