________________
૧૩૯
બેની ખેતી પ્રતિષ્ઠા વધી ગઈ છે. કાળાબજાર કે અનીતિ કરીને પસે રળનાર એકાદ વ્રત ગ્રહણ કરે છે તેની પ્રતિષ્ઠા થાય છે. મૂળ તે પાંચ વ્રત–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. તે લીધાં વગર તેને પિષનાર વ્રત લેવાને કઈ અર્થ નથી. પરિણામે ધર્મ જેટલો શેભ જોઈએ તેટલે શોભતે નથી. આજ નીતિનિષ્ઠાને અભાવે જેવામાં આવે છે કે રોજ પૂજા-પાઠ કરનારા પણ પૈસો મેળવવા અનિષ્ટ અને નિકૃષ્ટ પ્રકારને ધધ કરતાં અચકાતા નથી. તેઓ વ્રત અને નીતિન પરસ્પરને મેળ કરતા નથી.
નીતિનિષ્ઠા કાચી રહેવાથી કેવળ ધાર્મિક ક્ષેત્રે જ નહીં, ઓપતું બીજા ક્ષેત્રમાં પણ અસંગત લાગે તેવી વાતો આદરાતી જોઈ શકાય છે. મહાત્મા ગાંધીજીએ વતનિષ્ઠા સાથે નીતિનિષ્ઠા જાતે આદરીનેઆચરી બતાવી હતી. તે તેમની વ્યક્તિગત હેઈને તે વખતની સંસ્થાએની નીતિનિષ્ઠા કાચી દેખાય છે. ગાંધીજી પછી મુખ્યત્વે બે સંસ્થાએ તેમને માનનારી આવે છે એક સર્વોદય અને બીજી કોંગ્રેસ. નીતિનિષ્ઠાને પાયે મજબૂત ન હોવાથી આ બન્ને સંસ્થાના નેતાઓ ઘણીવાર અસંગત અને અણુધડ વાત કરતાં જણાય છે.
એક સર્વોદયી કાર્યકર શ્રી જયપ્રકાશ નારાયણે, “પાકિસ્તાનને પાયાની લોકશાહી બતાવી અને ભારતે પણ એવી લોકશાહી આદરવી જોઈએ ” એવું વિધાન કર્યું. એવી જ રીતે “કાશ્મીર અને ચીનને પ્રશ્ન લવાદીથી ઉકેલવો” એવું વિધાન પણ કરવામાં આવ્યું. કોઈપણ સમજ વ્યક્તિ આવાં વિધાને ન કરી શકે અને તે પણ સર્વોદયવાદી તે નહીં જ! પાકિસ્તાનને લોકશાહી રાજ્ય માનવું એ તે જગજાહેર ભૂલ છે. તેવી જ રીતે લવાદ તે ત્યાં નીમી શકાય જ્યાં બે પક્ષ વચ્ચે મતભેદ હેય. પણ આક્રમણકારી કે અન્યાયીને નમતું આપવા માટે લવાદ નીમવો એ યુકિત સંગત નથી.
એવો જ દાખલ સર્વિસેવાસંઘના મંત્રી શંકરરાવ દેવને છે. નીતિનિષ્ઠા ન હોવાના કારણે તેમણે સંયુકત મહારાષ્ટ્ર સમિતિમાં ઝંપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com