________________
પ્રસંગ પડે નાતજાતના, ધર્મ કે કેમના ભેદભાવ વગર મુસ્લિમ, હરિજન વ.ને ત્યાં પણ જમું છું.”
તરત જ શ્રાવકો બોલ્યા : “તમારા જેવા માણસે ધમને રસાતળે લઈ જશે !”
મેં કહ્યું: “જે ધર્મ ભેદભાવ માનતો નથી તેમ જ કર્મથી વર્ણ વ્યવસ્થાની વાત કરે છે. ત્યાં જન્મગત ભેદો કે રેટીબેટીને ભેદભાવ હોઈ શકે નહીં, જૈન ધર્મે તે એને તેડ્યા છે.”
તેમને મારી વાત ગળે ઊતરી નહીં. મેં કહ્યું : “ચાલો, મહારાજને પૂછીએ.” તેઓ સંમત થયા.
મહારાજશ્રીએ વાત સાંભળીને કહ્યું : “વાત તે દેવજીભાઈની સાચી છે. પણ અમે જ નબળા છીએ કે તમારામાં જ્ઞાનને ફેલાવો કરીએ છીએ પણ આ એકતા લાવી શક્તા નથી. તેથી તમે પણ દેવજીભાઈ જેવા એકલ દોકલ સાચના આગ્રહીને પણ એકલવાયા પડાવી દે છે !”
તેમને તે ઉપરાંત પણ મહારાજશ્રીએ કહ્યું તે સાંભળ્યું. તે છતાં કહ્યું : “મહારાજ ભલે વાત કરે! પણ જે સાચું હોય તો શા માટે તેની વિરૂદ્ધ ન બેલે? માટે એ સાચું કેમ કહેવાય ?”
સામાન્ય પ્રજા આચારને જ જુએ છે. વિચાર સાથે એને છે સંબંધ છે. તે તે વર્તનમાં આવે તેને જ સાચું માને છે. જે મેટા મેટા સાધકો વદે તે પ્રમાણે આચરે નહીં તે ઉદાત્ત વિચારે અદ્ધર જ રહી જાય. ક્રાંતિકારે તે શુરતાથી આગળ આવવાનું છે,
આ દેશમાં પંડિતે તે ઘણું થયા છે, પણ ભક્ત સતે જે કે ઓછું ભણ્યા હતા; છતાં તેમણે લોક હૃદયમાં તે આદર મેળવ્યો છે. કાલિદાસ ભવભૂતિ કે માધ કરતાં કબીર, તુલસી કે મીરાં કહદયમાં વધારે વિસજે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com