________________
૧ર૭
જસ્સામાં અસંભવનાં સ્વપ્ન જ નજરે ચડે છે અને એમ હૈય, દૂરદર્શિતા કે અધ્યવસાય પ્રગટ થતાં નથી. સમૂળી ક્રાંતિ માટે સંગઠન જરૂરી છે. “અમે તો એક્લા ઊડશું, એકલાજ તરણું કે મરી ફીટશું” એમ કહેનારા પિતાના પ્રયત્નમાં સફળ થતા નથી તેમજ કયારેક અધટિત ઉો પણ કરી બેસે છે.
વિચારક્રાંતિ એ નદીની વિસ્તૃત જળરાશિ જેવી છે. તે ક્યાંક ધોધ બનીને નીચે પડે તો ત્યાંના પ્રદેશને તેડી ફાડી નાખે પણ જે એજ જળરાશિને બાંધી તેમાંથી નિયમિત રૂપે વિજળી પેદા કરવામાં આવે તે તે ઉપયેગી બની શકે. એટલે ક્રાંતિ માટે સંગઠન પણ વિચારક્રાંતિ જેટલું જ જરૂરી છે.
વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠા સમાજમાં સ્થાપવા માટે કેવળ વિચારોજ કામ નહીં કરે પણ તેની સાથે, સમાજસેવકો કે સમાજના માર્ગદર્શક દ્વારા ઘડાયેલી સંસ્થાઓ કે સંગઠને વડે તેને આચારમાં મૂકવા પડશે; કારણ કે વ્યકિત ક્રાંતિની પ્રેરક બની શકે પણ તેનું વાહન, તે સંસ્થા જ છે. સંગઠિત પ્રયાસ થતાં વિચારના પરિવર્તતની સાથે, ધર્ય. અધ્યવસાય અને દઢતા પૂર્વક પરિસ્થિતિમાં પરિવર્તન થશે. એજ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાને મંત્ર છે.
ચર્ચા-વિચારણું સાધકે અને આચારનિષ્ઠા
શ્રી દેવજીભાઈએ વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું :–
અમારા ગામમાં સ્થ. જેને સંપ્રદાયના સાધુઓ આવ્યા હતા. ચીરઈ ગામે વિહાર કર્યો એટલે અમે ૩૦-૩૫ શ્રાવકો તેમને તેટલે દર મૂકવા ગયા. રસ્તામાં અસ્પૃશ્યતા અગે ચર્ચા ચાલી.
મેં કહ્યું : “જેમ હું બીજા શાકહારીઓને ત્યાં જમું છું તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com