________________
૧૨૬
કુતિમાં રહેલી છે. વિચારને દશમાંશ ભાગ પણ આચરણમાં આવે તે સમાજમાં પરિવર્તન આવી શકે; અને તે ક્રાંતિ કરી શકે. | સર્વાગી ક્રાંતિ માટે પ્રથમ વિચારક્રાંતિ થવી જરૂરી છે પણ તેના વડે પેદા થયેલાં આદેલને જે સંગઠનબળ વડે ન ધપાવાય તે પછી એ કેવળ બુદ્ધિને વિલાસ તે પડિતોનું મનોરંજન બનીને રહી જશે. વિચારક્રાંતિના બીજને સંગઠનરૂપી જળથી સીંચવું જરૂરી છે જેથી સર્વાગી ક્રાંતિના સુંદર ફળો પેદા થઈ શકે. ઘણા લોકો ભેગા થાય, પરિષદ યોજાય, વિચારોની આપલે થાય પણ સંગઠન વગર એનું વિચારતત્વ નષ્ટ થઈ જશે. વિચારક્રાંતિ વડે જે ઉત્સાહ કે જુસ્સો આવે છે તેને સંગઠનના નિયમનમાં રાખવાથી તે સ્થિર, સંકળાયેલો અને
ગ્ય માર્ગે વહેનાર બને છે. વિચારક્રાંતિને જે આચારમાં ન પરિણત કરવામાં આવે તે તેનાં ભયસ્થા તરીકે જેમ વિચાર-વિલાસ કે શબ્દ-મનરંજન રૂપે રહી જવાનો ભય રહે છે તેમ વિચારક્રાંતિ વડે જે જો પેદા થાય છે તે અનિયમિત કે ઉÚખલ બનવાનો પણ ભય રહે છે. આ જ આવેશમાં આવીને તાત્કાલિક કઈક કરી શકે પણ વ્યવસ્થિત સમાજક્રાંતિ કે આચારનિષ્ઠાને ન આણી શકે. ક્ષણિક આવેશમાં આવીને ઉચ્છખલ જુસ્સો કોઈની હત્યા કરી શકે પણ સંધર્ષ જીતવા માટેનું જેમ ન બની શકે. પણ એજ જુસ્સાને સંગઠન રૂપી નિયમનમાં રાખવામાં આવે તો તે ધાર્યા પરિણામો લાવી શકે. વિચારક્રાંતિ સાથે એટલા માટે જ આચારવીરનું સંગઠન હોવું જોઈએ તો જ સર્વાગી ક્રાંતિ આચારવિચાર બન્નેની સંપૂર્ણ બને.
ઘણા લોકો પિતાને ક્રાંતિકારી માને છે; ક્રાંતિના દર્શનની ઉત્કંઠા સેવે છે પણ સંગઠન જોઈને ગભરાઈ જાય છે. તેમની કાર્યશીલતા કે અનુમોદન (2) કેવળ વિચારક્રાંતિ સુધી જ હોય છે. આવા લોકો આચારને સમાજ વ્યાપી તે બનાવી શકતા નથી પણ ઘણીવાર આચારનિષ્ઠાનું અપમાન કરવાની ભૂલ પણ કરી બેસે છે. વિયુક્ત કે અનુબંધપૂર્વક નેતિક સંગઠનનું નિયંત્રણ ન હોય તો વિચારક્રાંતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com