________________
કારણ એટલું જ કે તેમણે એ રીતની ટેવ કેળવી નથી અથવા શરૂઆતથી તે એક કપ છે એમ માની સંધર્ષથી કંટાળીને ભગવાનની આદત એમણે પિતાનામાં નાખી છે. એવી આદત અને માનસ બદલાવું જોઈએ તેમજ સાધકો જે ધર્મસંસ્થાપકોના જીવન ઉપર નજર કરશે તે જાણી શકશે કે સમાજમાં કેવળ બુદ્ધિની નહીં પણ સમસ્ત આચરણની તેમણે ક્રાંતિ કરી હતી. એ રીતે વિચારને અમલમાં મૂકવાનું મને બળ મજબૂત થશે અને ટેવ પડશે.
(૬) માનસિક નબળાઈ : આદતને જે કોઈ પણ વસ્તુ ઉત્તેજન આપતી હોય તે તેમાં માનસિક નબળાઈ મહત્વને ભાગ - ભજવે છે. માનસિક નબળાઈ એ પણ મહત્વનું બાધક કારણ છે. ઘણીવાર ચર્ચામાં મોખરે રહેનાર, આકરી ટીકા કરનાર સાધકો પણ આચરણને પ્રશ્ન આવતાં વહેવારિક બનવાની સલાહ આપતા જોવામાં આવે છે કે “સમય પ્રમાણે કામ કરવું જોઈએ ! આપણે જ શા માટે ભાર ઉપાડવા જોઈએ. તેમજ ઉપહાણ પગ ઉપર કોણ લે ! શા માટે ક્ષોભ પેદા કરવો થાય છે તે જ સારૂં છે!” આ એક પ્રકારની માનસિક નબળાઈ છે. તેને દૂર કરવી જરૂરી છે. આવા લોકે બધું કાર્ય કરતા હશે પણ પરિવર્તન કે સંધર્ષને પડખે ઊભા નહીં રહી શકે.
(૭) ઇર્ષા અને પ્રકોપ: ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ બંધું વિશ્વ વાત્સલ્યને સમર્થક હોય છે પણ તેની સલાહ ભૂલથી ન લેવામાં આવે છે તે વિરોધી બની જાય છે. તે અગાઉ જેનું સમર્થન કરતે હતો તેને જ વિરોધ કરશે; ખાંચખૂંચ કાઢશે. આ માનસિક ઈર્ષાને આભારી છે. આ પ્રકોપને બીજો પ્રકાર પણ જોવા મળે છે. એક સારે પ્રયોગ કોઈએ શરૂ કર્યો હોય અને કોઈ બીજા ઉચ્ચ ગણાતા સાધક પાસે જાય છે તે ઉચ્ચ સાધક એમ કહેશે કે “એમાં મારું શું કામ છે એ તો અમુક ભાઈ કહે જ છે ને?' આની પાછળ જે ભાવના કામ કરે છે તે એ છે કે મને આ કાર્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com