________________
૧૨૩
સંસ્થાપક પ્રતિ સમાદાર વ્યક્ત થયો; બધા ધર્મના સાધુ-સન્યાસીએ. સાથે મળવાનું શરૂ થયું કે જૂના સંસ્કારોને તે ન રૂગ્યું. કહેવાતા. સુધારકોએ પણ સ્વસંપ્રદાયના પ્રચ્છન્ન–મેહના કારણે ધૃણ કરવી શરૂ કરી.
માણસનું માનસ ધીમે ધીમે જે વાતોથી ટેવાયેલું થતું જાય છે તેને તે તરત છોડી શકતું નથી પણ તેણે જે વખતે પહેલીવાર જે વાતને પકડી હતી. તે નવી હતી એમ માની નવાને પામવાનો વિચાર કેળવવાથી જૂના સંસ્કારોને સાધક સરળતાથી છોડી શકશે.
(૪) પ્રતિષ્ઠા, ભય અને યામાહ: ઘણીવાર જામેલી પ્રતિષ્ઠા તૂટી પડવાને ભય તેમજ અત્યાર સુધી મેળવેલો યશ મોહ પણ વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે.
સમાજમાં જામેલી પ્રતિષ્ઠા તૂટી પડે તે! લોકો બદનામ કરે તે સમાજથી ફેંકાઈ જઈએ તો ! આ બધાં ભયે પ્રતિષ્ઠાના કારણે ઊભાં થાય છે. શિબિરના પ્રચાર માટે મુંબઈમાં ઠેર ઠેર સાધુ સાધ્વીઓ પાસે ગયા હતા. ત્યારે કેટલાક સાધુઓએ કહ્યું : “શિબિરનો વિચાર સુંદર છે–યુગાનુકૂળ છે. પણ સમાજથી ફેંકાઈ જઈએ અથવા આજે મળતું ભાન કાલે ન મળે તો અમારી શું દશા થાય !” મતલબ કે વિચારથી વસ્તુ સારી છે એમ સમજવા છતાં આચારમાં મૂકતી વખતે પ્રતિષ્ઠામહ બાધક બને છે. તેને દૂર કરવો જોઈએ.
(૫) આદત : આદત પણ એક મોટું બાધક કારણ છે. આદતને લઈને ઘણીવાર ખરી વસ્તુ સમજવા છતાં માણસ આચરી શકતો નથી. કેટલાક લોક પિતાની આદત કેવળ કળાપ્રેમ તેમજ બૌદ્ધિક ખેજ સુધી કેળવે છે. એવા માણસો વ્યાખ્યા કરી શકે છે, ઊંડામાં ઊંડું રહસ્ય પ્રગટ કરી શકે છે પણ એ વસ્તુને આચરણમાં ઉતારતા નથી. કેટલાક સાધકોના પરિચયમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું : “અમારે વિષય જ્ઞાનયોગ છે. સમાજ સુધારણું એ અમારી રૂચિને વિષય નથી !” સર્વોદયી લોકો પણ રાજકારણની શુદ્ધિમાં રૂચિ દાખવતા નથી. એનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com