________________
૧૧૧
અભેટ સેવા
શ્રી સવિતાબેને કુટુંબ વાત્સલ્યને સેવા રૂપે બીજા સુધી રેડવાને દાખલો આપતાં કહ્યું –
એક પટાવાળાને ૧૦૬° ડીગ્રી તાવ આવે. તે વખતે મોટા મંત્રીએ સેવા ન કરી પણ અમે બંનેએ (પત્ની-પતિ) સેવા કરી તે વખતે મંત્રીના ઠરેલા પત્નીએ કહ્યું : “એવાને બહુ ન ચઢાવીએ.”
અમારે તે સેવા કરવી હતી એટલે કરી. પટાવાળો સાજો થયો તે અમારો ખૂબ ઉપકાર માનવા લાગ્યો, મેં કહ્યું : “ભાઈ! તું હમણાં જ પરણે છે. તારી મા હોય તે તેને કેવી લાગણી થાય! એવી જ પ્રેરણાએ અમે બન્યું તે કર્યું છે. અમારે છોકો માં પડે તે અમે સેવા કરીએ કે નહીં?”
બિચારો ઉપકારવશ થઇને ગળગળો થઈ ગયો. તે મંત્રીનાં પત્નીને લાગ્યું કે અમે દેખાવ કરીએ છીએ. તેમણે અમારી બનેની પરીક્ષા વિધી. પણ એમને ખાતરી થઈ કે આમને (અમને) કશા પણ પૂર્વગ્રહ કે સ્વાર્થ વિના સેવા કરવાની ટેવ છે. એટલે રાજી થયાં.
આ પ્રસંગ એટલા માટે કહેવો પડ્યો કે મોટા ગણાતા અને ગાંધીબાપુના વખતના આગળ વધેલા લોકો પણ અભેદભાવે સેવાની વાત ભૂલવા લાગ્યા છે. જેથી આપણું કામ ઘણું કઠણ થઈ પડ્યું છે. વિશ્વ વાત્સલ્યને રસ્તે જવાની ભાવના પ્રભુ કાયમ રાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com