________________
તે ગામમાં ગયે. પહેલાં તે દાંડાઈનું જોર હતું પણ આ તે સામાજિક દબાણ છે એમ માની તેઓ નરમ પડ્યા.
મોટાભાઈએ એક વાત મૂકી : “મારે નાનો ભાઈ મારી સાથે બેલતો નથી–રામરામ પણ કરતા નથી.”
તેની વાત રીતસરની હતી એટલે અમે મોટાભાઈની વાત નાનાભાઈ આગળ મૂકી કે “ગમે તેમ તોયે તારા મોટાભાઈ! તેમને જઈને પગે પડ ! તું અમારી સામે એમ કરીશ તે ગામના લોકો જશે અને તારી આબરૂ વધશે. સાથે કુસંપ પણ દૂર થઈ જશે!” .
તેણે તેમ કર્યું. ગામ નાનું હતું અને તરત બને ભાઈઓમાં સંપ થઈ ગયો. '
આમ જ્યાં ગ્રામ સંગઠને હેય તેમણે કુટુંબ એકમોમાં મેળ સાધવો જોઈએગ્રામશકિત વધે કે રાજ્યને પણ તેની આગળ નમવું પડે છે કારણ કે લોકશાહીમાં લોકે જ શક્તિ છે. કેવળ તેમનાં સંગઠન યોગ્ય અને ન્યાયપુરઃસર થવાં જોઈએ. વિધવાત્સલ્યની પહેલ કુટુંબથી થવી જોઈએ!
શ્રી પૂજાભાઈએ વિધવાત્સલ્યની પહેલ ઘરથી થવી જોઈએ તે ઉપર વિચાર દર્શાવતાં કહ્યું : “જે કુટુંબ સારાં ન હોય તે વિશ્વ વાત્સલ્યના માર્ગે પહેલ કયાંથી થાય? એટલે કુટુંબ એકમને વિશ્વાત્સલ્ય બળને સંચાર કરવા શકિતમાન કરવું જોઈએ.
- સાસુ વહુ કડાકૂડ લડતા હોય અને બાળક ધાવતું હોય તે તેની કેવી છાપ પડે? બાળક પર, ગર્ભ ઉપર વિચારો અને વાતાવરણની અસર થાય છે. એટલે વિશ્વ વાત્સલ્યના માર્ગે પહેલ કરવા કુટુંબ માર્ગે જવું જોઈશે. વડીલોએ નીતિ-રીતિ સમજી ગ્ય માર્ગે જવું જોઈએ તેમજ બાળકોએ પણ વડીલોને સત્કારવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com