________________
૧૦૭
- કેટલાંક કુટુંબે આપણું ઉપર એવી આદર્શ છાપ મૂકે છે કે તે વિસરાતાં નથી. ૧૯૫૧-૫ માં ભાલ–નળકાંઠા પાલક મંડળને પચાસહજાર રની વ્યવસ્થા સંભાળવાની હતી. ત્યારે સાખબારા અને છેલઆંબા વચ્ચે એક સહકારી ખેતી મંડળીને એક કુટુંબના વિવિધ સભ્યો ચલાવતા હતા. તેને જોઈને ઘણો આનંદ થયો. અમે ગયા કે તરત આવકાર આપ્યો. મંડળીના સભ્યોનું મજૂર સાથેનું જે વર્તન હતું. તે અજોડ હતું. એક બહેન ઘરના માણસની જેમ સૌને પીરસતા હતા. બધાને કામ સરખું; ખોરાક સરખે અને આરામ સરખો. અમુક સમય ગાંધી વિચારની ગીતા (અનાસક્તિ યોગ)નું વાંચન થતું. તે કુટુંબને જોઈને સંતોષ થયો કે આવું કુટુંબ ખરેખર વિશ્વવાત્સલ્યનું એકમ બની શકે.
એની વિરૂદ્ધ એક વાઘરી કુટુંબને દાખલો આપી શકાય. આ લોકો છત્રી સમી કરવાને ધધ કરતા. કુટુંબમાં મા-બાપે નાનપણથી. બાળકોમાં સંસ્કાર ન નાખ્યા પરિણામે બાળકો મોટાં થતાં ચોરી વગેરે શીખ્યાં અને કુટુંબને આનંદ ચાલ્યો ગયો.
જરાક એ સુધરતા કુટુંબ
શ્રી દેવજીભાઈએ કહ્યું: “એ વાત સાચી છે. વાઘરી કુટુંબ પાછળ છે કારણકે તેમને જાત–વિકાસની તક ઓછી મળી છે.
તેમનામાં બે ગુણે તે જોવામાં આવે છે? –(૧) નાતને સુસં૫. (૨) ગરમ સ્વભાવ. તેમને જરાક ઓથ સાચી દિશાએ જવાની. આપવામાં આવે તે વાળ્યાં તરત વળે તેવા છે. અમલદારે, શ્રીમતે અને નગર ઉપર ઉપકાર કરીએ તેયે શંકાની નજરે તે જુએજ કે કંઈક કારણ હશે. ત્યારે આ પછાત વર્ગ થોડા ઉપકારને પણ મેકો મળતાં વધુ આભારે તરત વાળે. આ લોકશક્તિ વ્યવસ્થિત થાય તો દેશ અને વિશ્વને કેટલી બધી ઉપયોગી થઈ પડે! એટલું જ નહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com