________________
૧૦૪
તે માટે કુટુંબપ્રથાને નાશ કર. બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી આવે-જાય પણ ત્યાર બાદ સંબધે બધ. વૃદ્ધ મા-બાપે જાય વૃદ્ધાશ્રમમાં. આમાં માનવીને સ્વાભાવિક વાત્સલ્ય-અનુબંધ તૂટી જાય.
એથી અમેરિકાએ (૧) કુટુંબ (૨) વિચાર સ્વાતંત્ર્ય (૩) ખેરાક અને (૪) ધર્મ એ ચારેય બાબતોમાં લોકોને સ્વતંત્ર રાખ્યા છે. તે એકંદરે ઠીક છે. જો કે ઈતિહાસ પ્રમાણે આર્યોની જ એક શાખા યુરોપ વ. દેશોમાં ગઈ છે પણ ત્યાં કુટુંબ જીવન ખીલ્યું નથી.
આ ભારત દેશમાં તે ખીલ્યું અને પરિણામે ગ્રામ્યજીવન પણ ઠીક ઠીક ખીલ્યું. ધારીઓને કામ, પિષણહીનને પિષણ, શિક્ષણ વિહીનને શિક્ષણ, વ્યક્તિને રક્ષણ વ. બધું કામ સમાજમાં વ્યાપક બને છે. અહીં કુટુંબમાં મળેલી તાલીમ જ વ્યાપક બને છે. કુટુંબ વાત્સલ્યને તાંતણે જ ત્યાં પ્રેરક બળ બને છે અને વિકસે છે.
ગ્રામ સમાજના એ રીતે વેપારી, ખેડૂત, વસવાયા, ચેકીદાર, પંચ વગેરેના કારણે કુટુંબ ભાવના આવી. બધા એક કુટુંબના સભ્યો જેમ વર્તવા લાગ્યા. ગ્રામની સ્ત્રીની પવિત્રતા માટે સમગ્ર સમાજે આગ્રહ સેવ્યો. સહિયારી રોજી અને સહિયારૂ કાર્ય તેમજ સહિયારાં જીવન થયાં, સંબધ નેહાળ બન્યાં. તેમ જ જ્યાં એવું નથી થયું ત્યાં વિશ્વ વાત્સલ્યની દષ્ટિએ ગ્રામ સમાજ જેવી સુસંસ્થાઓ ઊભી કરવી પડશે અને વિશ્વ સાથે તેમને સાંકળવા અનુબંધ વિચારને અપનાવવો પડશે. કહેબ એકમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ - શ્રી દેવજીભાઈએ કુટુંબ એકમને ઉપકારી બનાવવા માટેનો એક દાખલો આ પ્રમાણે આપો :–
અમારા ભચાઉ ખેડૂત મંડળ પાસે ઘણીવાર ઘણા પ્રશ્નો આવે છે. એમાં એકવાર એક કુટુંબને પ્રશ્ન સામે આવ્યો. એક મા, દીકરે અને દીકરાની વહુ વચ્ચેનું ઘર્ષણ વધ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com