________________
કુટુંબ જેમ કામને ડામવામાં મદદરૂપ છે તેમ અંગાર ભાવને પણ અંકુશમાં આણવામાં અકસીર છે. કદાચ સ્ત્રી અને પુરુષ એકલાં રહે તેને કુટુંબ ગણી શકાય તે બહિર્લક્ષી છે. તેનાં મૂલ્યો કે સાધને કર્તવ્યના ખેડાણમાં ઉપયોગી થતાં નથી. તેવું કુટુંબ ભાગ્યે જ વિશ્વવાસલ્ય ને પિષક બને છે. એવું કુટુંબ પિતાનાં સંતાનોને એકલપટું બનાવે છે. તેમનામાં એજ્યાં રહેવાની, ખાઈ પી લેવાની જે આદત પડે છે, તેના કારણે તેવાં સંતાને આગળ જતાં મા-બાપને પણ ધક્કો દઈ એકલવાયાં બને છે.
કયારેક કુટુંબમાં ન રહેતાં ભાઈઓના બાળકોને તેમના મા-બાપ “કાકા આવા છે—કાકી આવાં છે.” એમ કહીને એક પ્રકારની રીસ અને ઝેર બાળકોમાં ભારે છે. આવું કુટુંબ સ્વાર્થ તેમજ બેગ પ્રધાન હોઈને વિશ્વ વાત્સલ્યને પિષક બનતું નથી.
એવી જ રીતે સંયુક્ત કુટુંબની પવિત્ર જવાબદારીઓ જ્યાં અદા ન થતી હોય તે તે પણ દોષયુક્ત બને છે. જે કુટુંબના સભ્યોમાં રૂઢિચુસ્તતા હોય ત્યાં નાહક જીદના કારણે કુટુંબને વિકાસ રૂંધાય છે અને જ્યાં દાંડાઈ હેય છે ત્યાં કન્યા-કરાર, વરકરાર કે અન્યાયી તોની છત થાય છે. પરિણામે કુટુંબમાં જે વાત્સલ્ય રહેવું જોઈએ તે ચાલ્યું જાય છે અને પિતાની જોહુકમી ને દાંડાઈના બળે જીતવાનો તે અખાડે બની જાય છે. આ કારણે કુટુંબમાં જે છિન્ન-ભિન્નતા થાય છે, તે નુકસાનજનક છે. આજે મેણું ટોણાં મારવા, ખાનગીપણું રાખવું વ. કુટેના કારણે સંયુકત કુટુંબની પ્રથા ઉપર પ્રહાર થાય છે. પણ એ બધી ટેવોને સુધારવાથી જ જીવનકલ્યાણ થઈ શકે છે. વિવિધ તામાં એકતા સાધવાની દષ્ટિએ કુટુંબ વિશ્વ વાત્સલ્યનું એકમ જરૂર છે. રાષ્ટ્રહિત માટે કુટુંબપ્રથાને નાશ
યુરોપમાં, ખાસ કરીને રશિયા અને પૂર્વ જર્મનીથી એ કાર્યક્રમ શરૂ થયો છે કે માનવી મમતાવાળો ન થાય પણ રાષ્ટ્રહિતેચ્છુ બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com