________________
આટલા જુદા જુદા પુરુષ અને સ્ત્રીઓ સાથે રહેતા છતાં અધિકારી ભાવે રહી શકે છે. કોઈપણ પ્રકારના ચિત્તકલેશ વિના કોઈપણ પ્રકારના ભય વિના નિર્ભયતાપૂર્વક સહજીવન ગાળી શકે છે. આ પ્રણાલી જળવાય છે, એનું કારણ કુટુંબ ભાવનાના વર્ષોના સહજ સંસ્કાર છે. ત્યાં વિકાર જોવામાં આવતા નથી. આમ કામ-વિકારનું ઉપશમન કરવામાં કે કામ-વિકારને મંદવામાં કુટુંબ-એકમને અગત્યને ફાળે છે અને તેણે વિશ્વવાત્સલ્યના માર્ગને સરળ કર્યો છે.
એજ બીજે ગુણ કુટુંબ એકમે ખિલવ્યો છે તે છે નિર્લોભને. એક કુટુંબમાં એક સભ્ય કમાય, બીજે ન કમાય ! એક વધુ કમાય અને એક ઓછું કમાય તોયે સોને સરખાં ગણીને ચાલવાનો કાયદે કુટુંબ વડે જ આવ્યો છે. એક રીતે તે નિર્લોભાવૃત્તિને કેળવે છે.
ઘણીવાર કુટુંબમાં સાથે રહેતાં એવું પણ બને છે કે કોઈને રીસ થાય. કોઈ આવેશમાં આવી જાય કે ધે ભરાઈને વઢવાડપણ થાય તે છતાંયે છેવટે તો કુટુંબ માટે સારૂ નહીં, એમ કહી તેના અંગે શરમાવું પડે, પસ્તાવું પડે કે ગમખાઈ જવો પડે. આમ કેધ ઉપર અંકુશ આવે. “ડગે માર્યા પાણી ન છૂટે તેમ ભાઈઓનાં હેત ન છૂટે” એ કહેવત કુટુંબ ભાવનાનું જ પ્રતિબિંબ છે. નિરંકુશ ક્રોધને સામ્ય-શાંત કરવાની ક્રિયા પણ કુટુંબમાં જ સધાય છે.
એવી જ રીતે વધારે પડતી મમતા કે પક્ષપાત ઉપર પણ કુટુંબમાં અંકુશ આવી જાય છે “મારું બાળક” કે “મારા પતિ” વિ. મમતા બેટુ રૂપ પામી વિકસતી નથી પણ તે અંતરની ઊમિ બનીને વાત્સલ્ય ભાવમાં પરિણમે છે.
આમ જોશું તો કુટુંબમાં કામ, કેપ, લેભ અને મોહ ઉપર અંકુશ લાવવામાં મદદ મળે છે તેમજ અનેક જાતના સંબંધને કારણે કર્તવ્યનું ખેડાણ પણ કુટુંબમાં વધે છે. કાકા-કાકી, ભત્રીજાની વહુભત્રીછે, નણંદ-ભોજાઈ એમ અનેક તરફનાં કર્તવ્ય બજાવવાં પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com