________________
૧૦૦
મહાભારતમાં “માનવથી કઈ મહાન નથી !” એવું સનાતન સત્ય ઉચ્ચારવામાં આવ્યું છે. જેનેએ ત્રણલેકની કલ્પના જે ચૌદ રાજ પ્રમાણમાં કરી છે તેની આકૃતિમાં માનવ-આકાર બતાવવામાં આવેલ છે. એની પાછળનું રહસ્ય એ જ છે કે કેવળ મનુષ્ય એટલી અને એવી આધ્યાત્મિક શક્તિ ધરાવનારે છે કે તે પિતાની અંદર આખાં વિરાટ વિશ્વને સમાવી શકે છે. તે એટલી સિદ્ધિને સાધી શકે છે. બધા ધર્મશાસ્ત્રોએ એટલા માટે જ એકસ્વરે મનુષ્ય જન્મને દુર્લભ બતાવ્યો છે.
જેનોએ ચાર પરમ અંગની દુર્લભ પ્રાપ્તિમાં પહેલાં અંગ તરીકે મનુષ્યભવને બતાવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં યુ વનુ માપુરે મ” મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે એમ કહ્યું છે. બૌદ્ધધમેં પણ માનવ જન્મને દુર્લભ બતાવે છે. હિંદુઓમાં પણ
बडेभाग मानव तन पावा।
सुरदुर्लभ ग्रन्थकोटिन्ह गावा ॥ – તુલસીદાસજીએ રામાયણમાં ઉપરની પંક્તિઓ કહી છે કે મહાપુણ્ય મનુષ્યનું શરીર મળે છે જે દેવોને પણ દુર્લભ છે અને જેનો મહિમા કોટિ કોટિ ગ્રંથોએ ગાયો છે. ઈસાઈ ધર્મમાં પણ એજ વાત કહેવાઈ છે: “ Human body is the tempel of god.” મનુષ્યનું શરીર ઈશ્વરનું મંદિર છે. કારણકે ઈશ્વર સુધી આ મંદિર વડેજ પહોંચી શકાય છે.
આનો અર્થ એ કેઈએમ કરે કે બધા મનુષ્યો વિશ્વવાત્સલ્યની પૂર્ણ સાધના કરી લે છે. માનવને તેને અધિકારી જરૂર માનવામાં આવ્યો છે પણ જો અધિકારથી વિરૂદ્ધ કામ કરે તો તે “ધિકારી ધિક્કારને પાત્ર પણ બની જાય છે. તેને સર્વોચ્ચ બતાવીને તેના ઉપર પ્રાણ-વાત્સલ્યની સંપૂર્ણ જવાબદારી નાખવામાં આવી છે. એ તેને બજાવવાની છે. તેણે એમ ન સમજવું જોઈએ કે હું તો સહુ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છું. માટે મને બધાં અનિષ્ટ કરવાને હક્ક છે. તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com