________________
. આખા વિશ્વના જીવાત્માઓમાં કેવળ માનવને જ મોક્ષને અંધકારી માનવામાં આવ્યો છે. માનવ વડે જ, વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એટલે વિશ્વ સુધી વાત્સલ્યને સંચાર થઈ શકે. માનવ પ્રાણું જેટલું સંવેદનશીલ છે તેટલું બીજું કઈ નથી. એ વાત્સલ્યરસની અનુભૂતિ ઝીલી શકે છે તેમ જ તેની પ્રત્યાનુભૂતિ બીજા ઉપર પાડી શકે છે. જ્યાં સુધી વિશ્વવાત્સલ્યનું આધ્યાત્મિક એકમ સર્વ પ્રથમ પોતે જ ઉત્કટ વાત્સલ્ય રસમાં ન ભજાય. તે એવું ઉત્કટ વાત્સલ્ય બીજા પ્રતિ ન વહેવડાવી શકે. એ માટે માનવ જ શ્રેષ્ઠ એકમ છે. એકવાર જેણે વિશ્વવાત્સલ્યને સિદ્ધાંત સારી પેઠે જાણે; તેણે સમસ્ત જીવ-સૃષ્ટિ પતિ-પશુપખી, કીટપતગ, તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવસૃષ્ટિ પ્રતિ સ્વયંભૂ વાત્સલ્ય વહેવડાવ્યું છે. પછી તેના માટે ધર્મ, જાતિ કે પ્રદેશના બંધને રહેતાં નથી એટલું જ નહીં. તેના વાત્સલ્ય માટે કેવળ માનવસમાજ એવું પણ બંધન ટકતું નથી; તે તો સમસ્ત સમષ્ટિ, અને તેની જીવસૃષ્ટિ પ્રતિ સમાનભાવે વહે છે.
માનવ આવું વિશ્વ વાત્સલ્ય સાધી શકે છે એટલે જ તેને આધ્યાત્મિક ક્ષેત્રના એકમ તરીકે સ્વીકારી શકાય છે. આજે પણ એવા અનેક દાખલાઓ મળી આવે છે કે જેમણે જીવનમાં વિશ્વ વાત્સલ્ય સાધ્યું છે એવા યોગીઓ પાસે હિંસક પશુઓ-વાઘ-સિંહ વગેરે શાંતિથી બેસે છે. એટલું જ નહીં પરસ્પરના વેરી અને કર પ્રાણીઓ સાપ-નાળિયે, સિંહ-બકરી પણ સમાનભાવે શાંત બેસે છે. તેઓ પરસ્પરના વેરને વિસરાવી દે છે.
એટલેજ એગદર્શનમાં કહ્યું છે – * “અહિંસા–તિદાસ; સાનિઘ દ્વાચાર”
અહિંસાની સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ જતાં; ત્યાં આગળ બધા જ પરસ્પરને વેરભાવ છેડી દે છે.
ગીતામાં વિરાટનું દર્શન માનવ મુખમાં બતાવવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com