________________
આવી. અહીં આવનાર અતિથિઓને દેવ ગણીને તેમણે પૂજ્યા. એ સિવાય પણ અહીં બીજા દેશે, ધર્મો, સંસ્કૃતિઓ, રીતરિવાજવાળા લોકો આવ્યા. તે બધાને ન કેવળ આવકાર્યા પણ પિતાનામાં ભેળવી લીધા. ક્યારેય બહારના લોકોએ તેની ઉદારતાને દુરૂપયોગ કર્યો અને અહીંના લોકોને તેમના અન્યાયની વિરૂદ્ધ યુદ્ધ પણ કરવાં પડયાં. પણ અંતે તે તેમણે બધાને પચાવીને રાખ્યા હેય તેમ મેળવી લીધા. કોઈ પણ દેશમાં હિંદુ, બૌદ્ધ, જૈન, ઈસાહી, ઇસ્લામી, પારસી, શીખ અને બીજા ધર્મો આટલી સંખ્યામાં નહીં હોય, અહીં જેટલી પ્રકારની માનવજાતિઓ વસે છે તેટલી જાતિઓ પણ નહીં હોય. એટલે ભારતને રાજકીય ક્ષેત્રનું એકમ, વિધવાત્સલ્યના ખેડાણ માટે બનાવવું એ બધી રીતે એગ્ય છે.
ગાંધીજીએ ભારતને વિશ્વવાત્સલ્યનું રાજકીય એકમ બનાવવા માટે દેશીવન રજુ કર્યું. જૈનધર્મમાં ગૃહસ્થ સાધકો માટે દિશાપરિમાણવ્રત તેમજ દેશાનકાશિકવ્રત પણ એ જ ભાવનાને અનુરૂપ રજુ કરવામાં આવ્યાં છે. સ્વદેશીને અર્થ એ છે કે પિતાને દેશ અને દેશની બનેલી બધી વસ્તુઓ માટે આગ્રહ રાખવો. તેને અર્થ અન્ય રાષ્ટ્ર પ્રતિ ધણાભાવ ફેલાવવાનું નથી. જે માણસ જે ભૂમિ ઉપર જમે છે તેને કુદરતી રીતે ત્યાં જ વિકાસની બધી સામગ્રીઓ મળી રહે છે. તેને મૂકી વિદેશી વસ્તુઓ તરફ લલચાવું; પિતાના દેશના ઉત્પાદકોને કામધંધા વગરના કરી મૂકવા; દેશને આર્થિકદષ્ટએ ગરીબ થવા દેવો – એ બધાં અનિષ્ટ એક પછી એક આવતાં જાય છે. એટલા માટે સ્વદેશીવ્રત ગાંધીજીએ આપ્યું–જૈનધર્મો પણ આપ્યું. આ
આમ બધી રીતે વિચાર કરતાં ભારતને રાજકીય ક્ષેત્રનું એકમ માનવું જ પડશે અને તેથી એના વડે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વવાત્સલ્ય વહેવડાવવું સહેલું થઈ જશે. એનું એક બીજું કારણ એ પણ છે કે અહીં હજારો વર્ષોથી સાધકોએ વિશ્વવાસલ્યના પ્રયોગો કર્યા છે અને અહીં તેની અનુભૂતિઓને ઝીલવામાં પણ આવી છે.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com