________________
જંગલે પસંદ કરેલા અથવા ગામડાં જેવામાં પિતાના આશ્રમે વસાવ્યા હતા. અયોધ્યાની રાજગાદી ઉપર આવ્યા છતાં ભારતે નંદીગ્રામ જઈ ત્યાં ઝૂંપડી બાંધી રહેવાનું પસંદ કરેલું. તેઓ ગામડાની સાથે અનુબંધ કરવા માગતા હતા એ સાફ જણાઈ આવે છે. તેઓ શહેરોને ગ્રામ્યસંસ્કૃતિના પિષક બનાવવા માગતા હતા.
આજે પણ તેની એટલી જ જરૂર છે. ગ્રામ્ય સંસ્કૃતિ જેનાં મૂળ સચ્ચાઈ–પ્રમાણિક્તા, નીતિમત્તા વડે સીંચાયા છે તે જ જીવનને ખરે સંસ્કાર છે. તેવા સંસ્કારે આજના શહેરીજીવન માટે બહુ જરૂરી છે જ્યાં ડગલે અને પગલે બેટાઈ, આડંબર, દંભ અને છળક૫ટનાં દર્શન થાય છે.
વિશ્વ વાત્સલ્યના સાધક માટે ગામડું તે સામાજિક ક્ષેત્રના એકમ રૂપે આમ આપોઆપ આવીને ઊભું રહે છે. પિતાનું વાત્સલ્ય ગામડાંમાં રેડી તેણે ગામડાંને ઉન્નત કરવાનું રહે છે.
સામાજિક ક્ષેત્રથી આગળ વધતાં આર્થિક ક્ષેત્ર તરફ અવાય છે. એટલે હવે વિશ્વ વાત્સલ્યનું આર્થિક એકમ કયું? એ અંગે વિચાર કરવાનું છે. ભારત દેશમાં કદિ પણ કોઈ વાતને કેવળ આર્થિક દષ્ટિએ વિચારવામાં આવી નથી. અહીં અર્થ અને કામની પાછળ પણ ધર્મને અંકુશ રાખવામાં આવ્યો છે. એટલે ધર્મના અંકુશમાં રાખીને આર્થિક ક્ષેત્રનું એકમ વિચારતાં તે તે મજૂરવર્ગ અને મધ્યમવર્ગ રૂપે જ આગળ આવે છે. આ બન્ને વર્ગ આર્થિક નબળાઈના કારણે નીતિધર્મ ઉપર દઢ રહી શકતાં નથી. પરિણામે પાપી-પેટ માટે કેટલાંયે અનિ
ચ્છનીય કર્મો અને પાપાચારનું તેમને સેવન કરવું પડે છે. ત્યાંથી તેમને ઊઠવાનો કોઈ રસ્તો જડતું નથી. પરિણામે તેઓ પણ પછાત અને દલિત વર્ગોરૂપે નજરે ચડે છે. આર્થિક ક્ષેત્રના આ એકમ તરફ વાત્સલ્ય વહેવડાવવું એટલે કે આ બન્ને વર્ગોને સંગઠિત કરવાં જોઈએ, બને વર્ગો ન્યાયનો રોટલો રળી શકે એ રીતે તેમનું મેતિક સંગઠન થવું જોઈએ.
વિશ્વવાત્સલ્યનાં રાજકીય ક્ષેત્રનાં એકમ રૂપે તે કોઈ રાજ્ય જ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com