________________
ધર્મ પ્રત્યેને તેમને અપાર આદર અને ઇતિહાસ દૃષ્ટિએ તથા વિશાળ પ્રવાસ દષ્ટિએ તેમને વૈદિકાદિ ધર્મોના સંતે, તીર્થો વ.ને પરિચય તેમ જ શિબિરાર્થી બહેને, ભાઈએ વ.ના ઉડા જાત અનુભવનું તારણ પણ એમાં સાંપડે છે. એ જ રીતે પ્રસંગે પાત અંબુભાઇ, ફૂલજીભાઈ વગેરે ભાલ નળકાંઠા કાર્યના પ્રત્યક્ષ કાર્યકરોના જાત અનુભવને પણ ફાળો રહેલો છે.
આ પ્રવચન તથા ચર્ચાનું ટૂંકું તારણ (જે કદાચ આ પહેલાં સાધુ સાધ્વી શિબિર પ્રવચનની ઝાંખી રૂપે) વિશ્વ વાત્સલ્ય”ના સન ૧૯૬૧ના ભેટ પુસ્તક રૂપે-આ પુસ્તક ગ્રાહકોના હાથમાં પહેચે તે પહેલાં બહાર પડી ચૂક્યું હશે. આ તારણનાં વાંચન પરથી શ્રી મણિભાઈ લોખંડવાળા (જેઓ ગૂર્જરવાડી જે જ્ઞાતિની છે, તેના અધ્યક્ષ છે અને આ માટુંગા ચાતુર્માસમાં જેમણે અનેક પ્રકારે હાર્દિક સેવા બજાવી છે, તેઓ)નું મન પુસ્તક છપાવવા રૂપે થયું. “એકને બદલે બીજાઓ પણ સામેલ થાય તે સારું જે પરથી તેમણે સ્વેચ્છાએ ભાગીદારી જેટલી જે નેંધાવે તેમાં ખુશીથી સંમતિ બતાવી. સદ્ભાગ્યે તેમના જ પ્રયને મદ્રાસ સ્થા. જૈન છાત્રાલયના ગૃહપતિ પ્રિય ભાઈશ્રી ગુલાબચંદભાઈ જેવા યોગ્ય સંપાદક પણ મળી ગયા. શિબિર સહાયક શ્રી છોટુભાઈ મણિભાઈ મીરાંબહેન અને આ પ્રવચનના બીજા શ્રોતા ભાઈબહેનેને હિસ્સો પણ ભૂલી ન શકાય. આ રીતે જોતાં આ પુસ્તકમાં કેટલાં બધાં પરિબળોને ફાળે છે, તેને વાચકોને ખ્યાલ આવશે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ સંચાલિત “સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” નિમાયેલી તે આ પુસ્તકની નૈતિક સંપાદિકા છે, પણ બધી સગવડ જોઈ મહાવીર સાહિત્ય પ્ર. મંદિરનું પ્રકાશક તરીકે નામ રખાયું છે. શિબિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com