________________
વિણવામાં આવ્યો છે. તે પાણ પેલી બંગાળી કન્યાને ચાહત હોય છે. બધા તેમાં કંઈક સીધું-ઊધું માને છે પણ અંતે જ્યારે તે પિતાની પુત્રીના હાથના પંજાનું ચિત્ર બતાવીને કહે છે કે મારી પણ આના જેવડી જ પુત્રી છે–આને જોઈને હું તેની સ્મૃતિ તાજી કરું છું. એટલે બંગાળી કન્યાના બાપ વાત્સલ્યથી પ્રેરાઈને તે પઠાણને દેશ જવા માટે રૂપીયા આપે છે અને કન્યાના લગ્ન વખતની રોશનીને જતી કરે છે. અહીં સ્પષ્ટપણે ઘરનું વાત્સલ્ય કે પ્રભાવ જમાવે છે તેની કેટલી પ્રગાઢ અસર છે તે જોવાનું છે. બે અલગ દેશના, અલગ ધર્મના પિતાઓ એકબીજાની પુત્રીને ચાહી શકે છે તે આ વાત્સલ્યના પ્રતાપેજ ! ઘરનું વાત્સલ્ય ધીરે ધીરે કુટુંબ, સમાજ, નગર, ગ્રામ, રાષ્ટ્ર સુધી ધીરે ધીરે ફેલાવી શકાય છે. ( કૌટુંબિક ક્ષેત્રથી આગળ આવતા વિશ્વવાત્સલ્યનું મોટું ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર છે. આ સામાજિક ક્ષેત્રનું એકમ ગામડું છે, મા માટે તો બધાં બાળકો સરખાં હોય છે. તે છતાં તે નાનાં બાળક તરી વધારે ધ્યાન આપે છે કારણ કે તે નાનું છે; નવું છે અને મોટાની અપેક્ષાએ ઓછા વિકાસને પામ્યું છે. એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક જેની કલ્પના વિશ્વમાતા રૂપે કરવામાં આવે; તે પણ સમાજમાં સંસ્કૃતિ કે સામાજિકતાના કારણોસર જે અંગ નબળું રહી ગયું હેય પાછળ રહી ગયું હોય તેને પહેલું લેશે. તેના માટે જે પીડિત, શોષિત, અપ્રતિષ્ઠિત હોય તેનામાં વધુ વાત્સલ્ય રેડવાનું રહેશે. એ માટે જ સામાજિક ક્ષેત્રના એકમ તરીકે ગામડાને લેવામાં આવ્યું છે.
ગામડામાં ખેડૂત, ગેવાળ, મજરે, પછાત વર્ગના લેકે આદિવાસીઓ અને એવી બીજી જાતિઓને સમાવેશ થઈ જાય છે. સંસ્કૃતિ અને નીતિની દષ્ટિએ ગામડું શહેર કરતાં આગળ છે. પણ સામાજિકતાની દ્રષ્ટિએ તે પાછળ છે. સભ્યતા અને બહારના રૂપરંગમાં શહેર આગળ વધેલું જણાય છે પણ ધર્મ તેમ જ પ્રામાણિકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com