________________
!. માલસાએ ખરેખર આઠમા બાળકને ધર્મનિહિત રાજનીતિન શિક્ષણ આપ્યું અને તેને ધર્મપાલક રાજા બનાવ્યા. કહેવાનો સાર એટલો કે એક માતા સંસ્કારી અને ઉંચા વિચારોની હોય તે તે બાળકને વિધવાત્સલ્ય પ્રતિ દેનારી નીવડે છે.
જાપાનમાં બાળકોને નાનપણથી કેવળ પિતાના દેશને મા-બાપ” માનવાની વાત શીખવવામાં આવે છે. પરિણામે ત્યાં બાળકોનું વાત્સલ્ય કેવળ રાષ્ટ્ર-વાત્સલ્ય સુધી જ વિકસે છે. પણ ભારતમાં ભારતીય માતાઓ બાળકમાં નાનપણથી વિશાળ અને વ્યાપક વિશ્વ વાત્સલ્યને ભાવ ભરતી આવે છે. એટલે ભારતે જેટલા વિશ્વ વાત્સલ્ય સંત-મહાત્માઓ અને પરમપુરુષે આપ્યા છે તેટલા કોઈ બીજા રાષ્ટ્ર આપ્યા નથી. - રાજા ગોપીચંદની વાત બહુ જાણીતી છે. તેની માતા મેનાવતીએ ઘરથી જ રાજા ગોપીચંદને વિશ્વ વાત્સલ્યની પ્રેરણા આપી હતી. એક વખત રાજા ગોપીચંદ સ્નાન કરતો હતો. રાણીઓ તેને નવડાવતી હતી. ત્યારે તેનું સુડોળ શરીર અને અન્ન વદન જેઈને મેનાવતીના મનમાં વિચાર આવ્યો. “આ મારો દીકરો જે કેવળ કુટુંબ, રાય, ધન, કે યૌવનના મોહમાં ફસાઈ જશે તે તેને આ જન્મ નિરર્થક જશે. આ શરીર, ધન, યૌવન બધું ક્ષણિક છે. એમાંથી કંઈ પણ સાથે આવવાનું નથી. એના પિતા પણ આમને આમ ચાલ્યા ગયા. કુટુંબ રાજ્ય-એશ્વર્યમાં રચ્યાપચ્યા રહીને તેઓ પણ જન્મ સફળ ન કરી શકયા. માટે મારું કર્તવ્ય છે કે આ પુત્રને તો ચેતવું.”
એમ વિચાર કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં. રાજા ગેપીચદે મેં ફેરવ્યું અને જોયું કે માની આંખમાં આંસુ છે. - રાજા ગોપીચંદે કહ્યું: “મા! તું રડે છે શા માટે ? તને શું દુખ છે?”
મેનાવતી બોલીઃ “પુત્ર! તારૂં મુખ જોઈને મને તારા પિતાજી યાદ આવી ગયા. તન-ધન યૌવનમાં ફસાઈને તેઓ પણ એમજ ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com