________________
વિશ્વવાત્સલ્યનાં એક
[૧૪-૮-૬૧]
–મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વવાત્સલ્યનાં જુદાં જુદાં પાસાંઓ અંગે આ અગાઉ વિચાર કરી લેવામાં આવ્યો છે. પણ તેને વહેવારમાં મૂકવા માટે તેના જહાં જદાં એકમો ઉપર હવે વિચાર કરવો જરૂરી થશે. વિશ્વ વાત્સલ્યને વિષય કેવળ સિદ્ધાંતને નથી પણ તે ક્રિયામાં મૂકવાન છે.
એક માતા પિતાનાં બાળકની કોઈ પણ ક્રિયા પ્રત્યે અજાણ રહેતી નથી. તેની દરેક ક્રિયામાં તે બાળકને પ્રેરણું, શિક્ષણ, અને સંસ્કાર તેમ જ ઉપદેશ વગેરે યથાયોગ્ય આપીને તેનામાં વાત્સલ્ય રેડે છે. વિશ્વ વાત્સલ્યને સાધક એ જ રીતે આખા વિશ્વની માતા બને છે. તેને વિશ્વના બધાં ક્ષેત્રમાં સતત જાગૃત રહી; વિશ્વ વાત્સલ્યનાં નક્કી કરેલાં એકમો દ્વારા વાત્સલ્ય રેડવાનું છે. એકમે નક્કી થઈ ગયા બાદ એ કાર્ય સહેલું બને છે. - વિશ્વવાત્સલ્યમાં બધા ક્ષેત્ર–કૌટુંબિક, સામાજિક, આર્થિક રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વગેરે સર્વે ક્ષેત્રે સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કોઈ પણ ક્ષેત્રને છોડીને ચાલવાનું નથી. એટલે દરેક ક્ષેત્રને કોઈને કોઈ માધ્યમ વડે વાત્સલ્ય આપવાનું છે. તે માટે જ અલગ અલગ ક્ષેત્રનાં એકમ નક્કી કરવાનાં છે. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com