________________
અગીઆરમું ઉપશાંત મોહ વીતરાગ છવાસ્થ ગુણસ્થાન ૧૮૭
કરી કર્મની જે જે પ્રકૃતિઓના બંધ, ઉદય અને ઉદીરણાને વિચ્છેદ કર્યો હતો, પતન વખતે તે તે ગુણસ્થાનને ક્રમશઃ પ્રાપ્ત કરીને ફરી તે તે કર્મની પ્રકૃતિના બંધ, ઉદય અને ઉદીરણાને શરૂ કરે છે અને તે પ્રમાણે પતને ભુખ આત્મામાંથી કોઈ છઠામાં તો કોઈ પાંચમામાં તો કોઈ ચેથામાં અને કોઈ તે બીજામાં પણ આવીને છેવટે પહેલે ગુણસ્થાને જાય છે.
પડતી વખતે સાતમા અને છઠા ગુણસ્થાનમાં તો આવે જ છે. ત્યાં જ સ્થિર ન થાય તે કોઈ પાંચમે અને કોઈ એથે આવે છે. કોઈ ત્રીજેથી પડી પહેલે અને કઈ બીજેથી પહેલે ગુણસ્થાને જાય છે. અગીઆરમા ગુણસ્થાનેથી પડતાં આ રીતે ક્રમશઃ પહેલા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે.
આ ગુણસ્થાનકનું સ્વરૂપ ઉપશમ ના સ્વરૂપને સમજ્યા વિના બરાબર સમજી શકાય તેમ નથી. તેથી હવે અહીં ઉપશમ શ્રેણીનું સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ છીએ.
ઉપશમ શ્રેણી આત્મા મેહનીયકર્મને જેના દ્વારા સર્વથા શાંત કરે એવી ઉત્તરોઉત્તર વૃદ્ધિ પામતી પરિણામની ધારાને ઉપશમ શ્રેણી કહે છે.
ઉપશમ શ્રેણી સંબંધી બે માન્યતા છે–(૧) અનંતાનુબંધી કષાયની વિસંયેજના કર્યા વિના ઉપશમ શ્રેણી શરૂ કરે નહિ. અને (૩) અનંતાનુબંધી કષાયનો ઉપશમ કરીને ઉપશમ શ્રેણું માંડી શકે.
અનંતાનુબંધીની વિસાજના–જીવ સાથે અનંત સંસારને સંબંધ કરાવનાર કષાય તે અનંતાનુબંધી. તેને સંયેજના પણ કહે છે. કારણ કે તે કષાય જીવને અનંત સંસાર સાથે જોડે છે. તેના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ છે અને તે સમ્યકત્વમાં પ્રતિબંધક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com