________________
આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન
૧૭૩ કરવાને યોગ્ય હોય તે ઉપશામક કહેવાય છે. પરંતુ અહીં તે ચારિત્ર મોહનીયની એક પણ પ્રકૃતિને સર્વથા ક્ષય કે ઉપશમ કરતું નથી. તેના સ્વરૂપ વિશેષને અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે.
આ ગુણસ્થાનને કાળ અંતર્મુદતને છે. અંતમુહૂર્તના અસંખ્યાતા સમય થાય છે.
અધ્યવસાય સ્થાને આ ગુણસ્થાનકે ત્રિકાળવત અનેક જીવોની અપેક્ષાએ સમયે સમયે અસંખ્ય લકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાને હોય છે અને તે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે વધતા વધતા હોય છે.
જેઓએ ભૂતકાળમાં આ ગુણસ્થાનના પ્રથમ સમયને પ્રાપ્ત કર્યો હતો, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તે સઘળા છવાની અપેક્ષાએ જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ સુધી અનુક્રમે ચડતા ચડતા અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયના સ્થાનકો હોય છે. કારણ કે એકી સ્થાને આ ગુણસ્થાને ચડેલા પહેલા સમયવર્તી કેટલાએક છાના અધ્યવસામાં તરતમતાનો પણ સંભવ છે અને એ તરતમતાની સંખ્યા કેવળજ્ઞાની મહારાજે એટલી જ દેખેલી છે.
આ ગુણસ્થાનના પ્રથમ સમયવર્તી કેટલાક જીવ એક અધ્યવસાય સ્થાનકે રહેલા છે અને કેટલાએક જી ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનકે રહેલા છે તેથી અસંખ્યાત અધ્યવસાય સ્થાનકે થાય છે.
ત્રણ કાળમાં વર્તતા અનંત જીવો હેવાથી તેના અનંત અધ્યવસાય થવા જોઈએ. પરંતુ ઘણું આ એક જ અધ્યવસાય સ્થાનકે વર્તતા હોવાથી અધ્યવસાય સ્થાનકો અસંખ્યાત જ થાય છે.
આ ગુણસ્થાનકના પ્રથમ સમય કરતાં બીજા સમયમાં વર્તતા છાના અધ્યવસાય સ્થાનકો જુદા અને અધિકહેવાય છે. ત્રીજા સમયે તેથી
અધિક અને ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનકો હોય છે. એ પ્રમાણે છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com