________________
૧૭૨
ચૌદ ગુણસ્થાન
જવા, સંક્રમાવવા એટલે બંધાતી પ્રકૃતિરૂપે કરવા તે ગુણ સંમ. તે પણ અહીં અપૂર્વ–મેટા પ્રમાણમાં કરે છે.
અપૂર્વ સ્થિતિબંધ-પૂર્વે અશુધ્ધ પરિણામ હેવાથી કર્મોની દીર્ધ સ્થિતિ બાંધતો હતે. આ ગુણ સ્થાનકે અપૂર્વ વિશુદ્ધિ હોવાથી અ૯૫ અલ્પ સ્થિતિબંધ કરે છે. અને તે પણ પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર, પછી પછીને, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સ્થિતિ બંધ કરે છે.
અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિબધ કરે છે તેનાથી અનુક્રમે ઘટતાં ઘટતાં ત્યાર પછીને સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે. એ પ્રમાણે દરેક સ્થિતિબંધ માટે સમજવું.
પ્રત્યેક સ્થિતિબંધને કાળ અંતર્મુહૂર્તને છે. એટલે તેટલે કાળે સ્થિતિબંધ બદલાય છે. આ પ્રમાણે અપૂર્વકરણમાં પાંચ કરણે પ્રવર્તે છે.
અપૂર્વ કરણથી થતા છ કાર્ય અપૂર્વ કરણથી પ્રતિસમય છ કામ બને છે– (૧) પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિ. (૨) પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિની અસંખ્યાત ગુણ ધાત. (૩) ન કર્મબંધ અસંખ્યાત ગુણ કમ સ્થિતિને. (૪) પૂર્વે બાંધેલા કર્મોના રસને (અનુભાગની) અસંખ્યાત ગુણ ઘાત. (૫) અસંખ્યાત ગુણ કમ વર્ગણની નિર્જરા. (૬) પાપ પ્રકૃતિઓનું પુણ્ય પ્રવૃતિઓમાં બદલવું.
ક્ષપક અને ઉપશામક અપૂર્વકરણ બે પ્રકારે છે–(૧) ક્ષેપક અને (૨) ઉપશમક.
ચારિત્ર મેહનીય કર્મનો ક્ષય કરવાને યોગ્ય હોય તે અથવા કર્મક્ષય કરતો કરતા આગળ વધે તે ક્ષપક કહેવાય છે અને ઉપશમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com