________________
બ્રહ્મચર્યાશ્રમ
પેમલી (હસીને) અરે મારા શેઠ! એમ કે'ને ઘરવાળી સાંભરી છે,
ગંગાદાસ ના-ના. તારા સમ...
પેમલી શેઠ ! પેલે તમારે રાહડે આવડવા માંડ્યું.
ગરબે રમવાને ગોરી નેહર્યા રે લોલ રાધિકા રશીલી અભરામણી રે લોલ છુમ છુમ છુમ” ( ખડખડ હસે છે.)
ગંગાદાસ ભુલી ગઈ ?
મિલી આવડશે, આવડશે. શેઠ નાહ્યા? જમવાની વખત કરી દીધી છે હો કે
ગંગાદાસ શાબાશ રે! આજે મારે ખંડ પણ તે ગોઠવ્યા છે, નહીં ?
મિલી કે મારા શેઠને ખુશી કર્યા વગર ચાલે ? (જીભ કાઢે છે. ધીમેથી બાસ્ટી પરથી નરોત્તમ બેઠે થાય છે ને હોઠ પીસી પાછો સુઈ જાય છે.)
ગંગાદાસ (હસે છે ) તને જોઈને મને પેલી લીટીઓ યાદ આવે છે.
( ચાળા કરીને બેસે છે.) મીઠી મીઠી વાણી, જાણે રેવા કે પાણ; તેમાં લીધે મને તાણી, વાહ કેવી તું તું શાણું
મારી પ્રેમી પટરાણી ! (નરોત્તમ ઉઠીને ગુસ્સામાં જોઈ રહે છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com