________________
બ્રહ્મચર્યાશ્રમ
બદનક્ષી કરે છે. see ? (સમજયા ?) જે હું આજે બ્રહ્મચર્ય સેવવા નાલાયક હેઉં તે પાંચ વર્ષે પણ નાલાયકજ રહીશ
ભગવાનદાસ ડાકટરસાહેબ ! એને જ બોલાવને
છોટુભાઈ કે વાંધો નથી.
માધુભાઈ માધુ દીકરા ! શું કરીએ ?
ગુલાબચંદ ડાકટરસાહેબ ! હરકત નથી.
માધુભાઈ ઠીક જા, દાજી ! તારી ભાણેજને લઈ આવ.
મેટાભાઇ That's right (આ બરાબર છે.)
નત્તમ જલદી હા. ભુખ લાગી છે (ખુરસી પર બેસી ચોપડી વાંચવા માટે છે. દાજી ખાંસી ખાતે જાય છે.)
માધુભાઈ Now, my boys (ચાલે છોકરાઓ) હવે કસરત કરી નાંખો. આ માધુ હવે જરાક નાહીને આવે છે. કેમ પંડિતજી ખરું કે? આપણે મરણને જીત્યું છે, કારણ કે આપણે સિધ્ધ બ્રહ્મચારી છીએ.
મુરલીધર એમ તો મને દરેક પળે ખાત્રી થતી જાય છે.
માધુભાઈ મોટાભાઈ ! આજે તમે કેવા તેજસ્વી લાગે છે ? હરિનો મારગ છે સુરાને નહી કાયરનું કામ છે. (જાય છે. મુરલીધર લખવા માંડે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com