________________
(૮૬ )
વહાર હોય ત્યાં કન્યા વ્યવહાર કરવાને કશો બાધ જણાતો નથી, ત્યારે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે બાધ નડે છે ક્યાં? બાધ માત્ર “રૂઢીનો છે. આ તો અમારે રિવાજ પડી ગયો છે કે જ્યારે એ વાત કરીએ છીએ ત્યારે જવાબ એવોજ મળે છે કે શું કરીએ ભાઈ, રૂઢી પડી એટલે કાંઈ ઉપાય નથી.” ખરું જોતાં મોટું નડતર રૂઢીનું જ છે, ને ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે એમ કહેવાનું કારણ પણ એ જ કે રૂઢી મહા બળવાન છે, ને તે આપણને આમ કે તેમ ચસકવા પણ દે એવી નથી.
હવે બધી બાબતને વાંધે નહોય એવી લાભકારક વાત જે નુકશાનકારક રૂઢી વિરૂદ્ધ હોય છે તે આપણે માન્યકારક છે, કે નહિ એ પ્રશ્ન વિચારવાને રહ્યો. વિચારવંત માણસને એમ લાગ્યા વિના નહિ રહે કે દુષ્ટ, હાનિકારક, અશાસ્ત્ર ને બુદ્ધિથી પણ વિરૂદ્ધ એવી રૂઢીનો ત્યાગ કરવો જોઈએ; એવી રૂઢીને વળગી રહેવાનું કહેવું યોગ્ય નથી, પરંતુ એવા પણ તૈયાયિકે છે કે જેઓ એમ કહે છે કે “જુનું એટલું સારું ગણવું જોઈએ, ને તેને માણસે વળગી રહેવું જોઈએ; અમારા બાપદાદા કંઈ ગાંડા નહતા કે તેમણે નઠારી રૂઢીઓ ચલાવી હોય; આ તે પશ્ચિમાસ કેળવણુવાળા આજ કાલના સુધારાવાળા રૂઢીઓની વિરૂદ્ધ બોલવા નિકળ્યા છે, તેઓ કંઈ અમારા પૂર્વજો કરતાં વધારે ડાહ્યા નથી.” જ્યારે જ્યારે કોઈ પણ હાનિકારક રૂઢીને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે ત્યારે રૂઢીના ભકતો આ હથિયાર હાથમાં લેઈ ઉભા થઈ જાય છે. થોડા વિચારના માણસને ભમાવવા એ હથિયાર ઘણું કામ લાગે એવું છે. પિતાના ઘરડાઓને મૂર્ખ કહ્યા એટલું બતાવી આપી તેવાઓને પછી કોઈ પણ વ્યાજબી દલીલની વિરૂદ્ધ બહેરા ને આંધળા કરવાનું સુગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com