________________
(૮૫)
અને મોઢ વાણિયો કન્યા વ્યવહાર ન કરી શકે ? શાસ્ત્રકારોએ કદાપિ તે વખતે સ્વપ્નામાં પણ એમ નહિ ધાર્યું હોય કે આર્ય પ્રજાની વર્ણવ્યવસ્થાની સ્થિતિ હાલ છે તેવી થઈ જશે, ને તેથી એક મોઢને એક શ્રીમાળીને માટે પણ નિયમો બાંધી મુકીએ. એટલે આપણાં શાસ્ત્રજ આપણને ટેકો નથી આપતાં એ કેટલી દુર્દશા ? ત્રીજી વાત એ વિચારવાની છે કે ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરતાં શું કોઈ ધર્મનો બાધ નડે છે? ના, ધર્મ પણ આડે આવતો નથી. ખરે ધર્મ શો છે, તેનું ખરું સ્વરૂપ શું છે, એ આદિ બાબતોને વિચાર બાજુ ઉપર રાખતાં પણ આપણે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે ધર્મનું સ્વરૂપ ગમે તેવું સ્વીકારે તે પણ એ બાબતમાં ધર્મ આડે આવતો નથી. વણાશ્રમના ધર્મ સાથે પારભાર્થક ધર્મને સંબંધ છે, ને વર્ણાશ્રમના ધર્મને આધાર જન્મ ઉપર, ભોજન વ્યવહાર ઉપર ને મુખ્યત્વે કન્યા વ્યવહાર ઉપર છે એવી હાલ સામાન્ય સમજ છે. તે સમાજને અનુસરીને વિચાર કરતાં પણ ધર્મનો બાધ આવતો નથી. જન્મથી જે બ્રાહ્મણે બ્રાહ્મણ હોય કે વાણિયે વાણિયા હોય તેમને કન્યાવ્યવહાર કરવાનું કહિયે છીએ, એટલે તે હરકત તે નડતી નથી. ભેજન વ્યવહારની પણ હરકત નડતી નથી. કેમકે જેમની વચ્ચે ભેજન વ્યવહાર છે તેમની જ વચ્ચે કન્યા વ્યવહાર કરવાનું, કહીએ છીએ.
નાતન ધર્મ સાથે સંબંધ છે ને ઊંચી નાતવાળ ઉતરતી નાતનાનું ખાય તો વટલાય એવો મત ચાલે છે. એ મત ખરો હોય કે ખેટ હોય તો પણ ભાણું વ્યવહાર હોય ત્યાં કન્યા વ્યવહાર કરવાનું કહેવાથી આપણે તે મતની પણ વિરૂદ્ધ જતા નથી. ને આપણે કોઇને વટલાવાનું કહેતા નથી. એ પ્રમાણે યુક્તિ વિચારથી જોતાં કે શાસ્ત્રો જોતાં કે ધમ તે શું પણ આધુનિક મતો જોતાં પણ ભાણું વ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com