________________
(૮૪) વ્યવહાર હોય ત્યાં કન્યા વ્યવહાર ન હોય ? ના, એવું તે કંઈ નથી; ત્યારે અન્ય દેશની પ્રજાઓના ભેદ સાથે આપણું ભેદોને મુકાબલો શી રીતે થઈ શકે ? હવે ઊંચ, નીચ, સ્ત્રી પુરૂષના, અને પુરૂષ સ્ત્રીના સંબંધથી સારી પ્રજાની ઉત્પત્તિની હાનિ થવાની દલીલ રહી.
મુખ્ય મુખ્ય વર્ગોના સંબંધમાં એ દલીલ ગમે તેટલી બળવત્તર છે, પરંતુ મુખ્ય મુખ્ય વર્ગોના વિભાગોના સંબંધમાં તો તે દલીલ બિલકુલ લાગુ પડતી નથી. ઔદિચ્ય બ્રાહ્મણને મોઢ બ્રાહ્મણ કન્યા વ્યવહાર કરે કે શ્રીમાળી વાણિ ને ખડાયતે વાણિયે કન્યા વ્યવહાર કરે, તેમાં ઊંચ નીચનો પ્રશ્ન શી રીતે ઉત્પન્ન થાય છે ? બંને એક જ જાતના, બંનેના આચાર વિચાર સરખા, રહેણી કરણી સરખી, ઉજળામણ પણ સરખી ને છેવટે ધંધા પણ સરખા તો પછી ઊંચનીચપણું કયાં છે? આથી એ દલીલ પણ ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવાના પક્ષની બાબતમાં નાપાયાદાર ઠરે છે. એ પ્રમાણે યુક્તિ વિચાર કે તર્ક આગળ તો એ પક્ષ ખાટો છે એમ કહી શકાય એમ નથી. બીજી વાત એ જોવાની છે કે ત્યારે શું કોઈ શાસ્ત્રને બાધ આડે આવે છે ? ના, તે પણ નથી. શાસ્ત્રને તે જુએ છે જ કોણ ? શાસ્ત્ર પ્રમાણે જોતાં આપણું કેટલી રૂઢીઓ નભી શકે એમ છે ? ઘણું કરીને કોઈ નહિ; એજ પ્રમાણે ભાણા વ્યવહાર છતાં કન્યા વ્યવહાર ન રાખવાની રૂઢીને કોઈ પણ શાસ્ત્રને આધાર નથી, એટલું જ નહિ પણ ઉલટાં તે તો એ રૂઢીની વિરૂદ્ધ છે, એમ અમે બતાવી ગયા છીએ. અત્રતત્રતા એવાં એવાં વચનોની કાંઈ બેટ નથી, એટલે શાસ્ત્રની મદદ શોધીએ તે તે ચાલતી રૂઢી તદન અશાસ્ત્રીય ઠરે છે. અમે પુછીએ છીએ કે કોઈપણ માણસ કોઈપણ સમયના કોઈપણ શાસ્ત્રમાંથી એવો આધાર બતાવી શકે છે કે એક શ્રીમાલી વાણિયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com