________________
(૮૩) ક્યાં નોકરી, અને બીજા ધંધા કરતા નથી. હજી વાણિયાને મોટો ભાગ વેપારજ કરે છે, પરંતુ બ્રાહ્મણોનું તો તેમ કંઈ નથી. બ્રાહ્મણોનું મૂળ કર્તવ્ય વિદ્યા ભણવી, ભણાવવી, તેનું ખેડાણ કરવું, ને લોકોને ધર્મનો બોધ આપવો એ હતું, પરંતુ બ્રાહ્મણોના મોટા ભાગને અવિદ્યાએ ઘેરી લીધા છે, ખણાખરા પોતાની જાતના નામનો બ્રાહ્મણ” શબ્દનો પણ શુદ્ધ ઉચ્ચાર કરી શકતા નથી; બ્રાહ્મણને બદલે “મેમણ, બામણું,” “બામણ,' આદિ શબ્દ બોલે છે એવી એમની વિદ્યા છે." ખણાખરાનું બ્રહ્મત્વ જોઇના તાંતણામાં આવી રહ્યું છે. એથી બ્રાહ્મણનું ભિક્ષા માગવા સિવાય બીજું કંઈ કર્તવ્ય રહ્યું નથી; એટલે તેમાંના ઘણુંખરા જુદે જુદે ધંધે વળગવા લાગ્યા, ને હજી લાગતા જાય છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ધંધાની દલીલ પોકળ છે. એ વાત ખરી છે કે કેટલીક હલકી વર્ણમાં એ દલીલ ખરેખરી લાગુ પડે છે. સોની, સૂતાર, હજામ, ઘાંચી, મોચી, કુંભાર, ભાવશાર આદિ નાતાને આધાર ધંધા ઉપર છે, પરંતુ એટલા ઉપરથી એ દલીલ ઊંચવામાં લગાડવી એ બુદ્ધિને વિકાર છે. મુખ્ય મુખ્ય વર્ગોની વાત હાલ બાજુ ઉપર રાખીએ, તે પણ એટલું તે નક્કી છે કે બ્રાહ્મણોની કે વાણિયાઓની જુદી જુદી નાત, અને વળી તે નાતેના પેટા વિ. ભાગે જે હાલ છે તેને બચાવ ધંધાની દલીલથી બિલકુલ થઈ શકે એમ નથી.
બીજા દેશોમાં એવા ભેદ છે એમ કહેવું એ તે ખરેખરી ભૂલ છે. પૃથ્વીના પડ પર હિંદુઓ જેવા, અને તેમાંય ગુજરાતીઓ જેવા ભેદ તો કોઈ પણ પ્રજામાં નથી. શું કોઈ પણ પ્રજામાં એવું છે કે જ્યાં ભાણું
૧ “દ્વિજોન્નતી નિરૂપણ', કર્ત પ્રાણુગોવિંદ રાજારામ. “હા. લના બ્રાહ્મણે છેક દ્રવત થઈ ગયા છે. જુઓ પ્રસ્તાવના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com