________________
(૮૨)
કે કઈ યુક્તિથી માન્ય થઈ શકશે ? મનુષ્ય જાતના વ્યવહારર્થે તથા ધંધાને લીધે ભેદ પડવા જોઈએ, તેવા ભેદ દરેક પ્રજામાં પડે છે, અને આચારવિચારમાં ઊંચ, નીચ હોય એવાં સ્ત્રી પુરૂષને, કે પુરૂષ સ્ત્રીને સંબંધ થવાથી સારા વંશજો પેદા ન થાય એવી એવી દલીલોથી વર્ણ વ્યવસ્થાની જેઓ હિમાયત કરનારા છે, તેઓને પણ હાલ જ્યાં રોટી વ્યવહાર છે ત્યાં બેટી વ્યવહાર કરવાની વિરૂદ્ધ કંઈ દલીલ કહેવાની છે? ના, કંઈજ નથી. બ્રાહ્મણની કે વાણિયાની જુદી જુદી નાતેમાં વ્યવ હારની કે ધંધાની દલીલ શી રીતે લાગુ પડે છે ?
બ્રાહ્મણને એક અને જુદો ધંધે ગણીએ ને તેથી બ્રાહ્મણોને વર્ગ જુદો રાખવાની જરૂર છે એમ કોઈ કહે, તે પણ તેઓમાંના મઢ, શ્રીમાળી, ઔદિચ એવા એવા ભેદની શી જરૂર ? શું મોઢ બ્રાહ્મણ ના, શ્રીમાળીના કે ઔદિચના ધંધા જુદા જુદા છે, ને શું જુદા જુદા રાખવાની જરૂર પણ છે? બિલકુલ નહિ. તેમજ વાણિયાઓને એક અને જુદો ધંધો છે ને તે જુદો રાખવાની જરૂર છે, એમ કહીએ તો પણ તેઓમાંના મોઢ, શ્રીમાળી, ખડાયતા, આદિને જુદે જુદો ધંધે કયાં છે? ને જુદા જુદે રાખવાની જરૂર પણ શી છે ? બિલકુલે નહિ. ખરું કહેવરાવો તે હાલના સમયે તો નાતેના સંબંધમાં ધંધા તુટવાની દલીલ એ તે ચાલતા વહિવટમાં ફેરફાર કરવા નહિ ઈચ્છનારાઓનું એક બહાનું છે, એ માત્ર મિથ્યા ભ્રમ છે; કેમકે હાલની વર્ણવ્યવસ્થામાં ધંધાને શો મેળ છે? શું બ્રાહ્મણે બધી જાતના ધંધા નથી કરતા ? બ્રાહ્મણે વેપાર કરે છે, બ્રાહ્મણો ખેતી કરે છે, બ્રાહ્મણે રસોઈનો ધંધો કરે છે, હ્મિણો સરકારી નોકરી કરે છે, બ્રાહ્મણે ગાડીતી કરે છે, બ્રાહ્મણો શુદ્રવતું ચાકરી કરે છે, ને બ્રાહ્મણે સીપાઈગીરી પણ કરે છે, ને ભીખ પણ માગે
. ત્યારે જાત ઉપર ધંધાને મેળ કયાં રહ્યો તેમજ વાણિયા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com