________________
( ૮૧)
જેઓ ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવાના અભિપ્રાના હોય, ને અમુક ઘરની સંખ્યા તૈયાર થયેથી તે પ્રમાણે વર્તવા ખુશી હોય તેઓને એ સમાજમાં દાખલ કરવા; ને એમ કરતાં કરતાં અમુક સંખ્યા થથી દરેક સમાજે તે પ્રમાણે વર્તવું, એ એ સમાજનો હેતુ રાખવો.
બીજું એ કે એ સમાજને શુભ હેતુ લોકોને સમજાવવા યન કરે. વળી તેની સાથે એ પ્રમાણે વર્તવાથી કોઈ ધર્મને બાધ નથી આવતે, શાસેની હરકત નથી, ને વ્યવહાર પક્ષે ઘણે લાભ છે એમ લેકના મનમાં ઉતારવું જોઈએ. ચારપાસથી યત્ન જારી કરો જેઇએ. એ બાબતનાં ભાષણ આપવાં. એ બાબતનાં નાનાં અને અસરકારક પુસ્તક રચી તે સસ્તી કિસ્મત અને વખતે વખતે મફત પણ ફેલાવવાં. સારા સારા અને સમજુ ગ્રહો સાથે આ બાબતમાં વિવેચન કરી સમાજ તરફ તેમનું વલણ કરવું, એ આદિ કર્તવ્ય છે. આ બધું કરવાને કેટલાક આગેવાની જરૂર છે. દેશના શુભેચ્છકોએ આગેવાન થવાનું માથે લેવું જોઈએ,
હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જ્યાં ભાણા વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર, એટલે રોટી ત્યાં બેટી, કેમ ન હોય? શું યુક્તિ વિચારથી એ વાત માન્ય થઈ શકે એવી નથી, કે શું એમ કરતાં કંઈ શાસ્ત્રને કે ધર્મને બાધ નડે છે ? આ બેમાંથી એકે વાંધે નથી એવી વિચાર કરતાં ખાત્રી થયા વિના રહેશે નહિ. યુક્તિ વિચાર આગળ મનુષ્ય જતના તમામ ભેદો નભવા મુશ્કેલ છે, તે પછી જેના ઘરનું પાણું ખપે, જેના ઘરનું અન્ન ખપે, જે આચાર વિચારમાં આપણું જેજ, જે ઉજળામણમાં આપણું જેવો અને ટુંકામાં જે બધી વાતે આપણું જે, તેની સાથે કન્યા વ્યવહાર રાખવો યોગ્ય નથી એવું યિા તથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com