________________
( ૮૦ ) તોપણ તેને ભાણે ખપતી બીજી કોઈ પણ નાતવાળા પિતાની નાતમાં લેતા નથી, એટલું જ નહિ પણ તે પિતાની વર્ણની ચોરાશી એ ના તમાંથી નિકળી જાય છે, અને તેને બધી વાતોમાંથી ભાણું વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે. આથી એમ થાય છે કે જે બહાર નિકળે છે તે તદન એકલવા પડી જાય છે, તેને સગાં વહાલાં સાથે વ્યવહાર રહેતો નથી, ને તે જાણે હિંદુજ ન હોય એ થઈ જાય છે. એ બધું જોતાં જુદી જુદી નાતેમાંથી થોડા બહાદુર નરે એકદમ બહાર પડે એ બનવું છે કે અશક્ય કે અસંભવિત નથી, પણ ઘણું મુશ્કેલ છે. ત્યારે હવે પ્રથમ શરૂઆત કરવાને આશરે પાંચસે પાંચસે ઘરને એક સંપ થવાની જરૂર છે. ભાણે ખપતા બ્રાહ્મણો પાંચસે એક સંપ કરે, ને તેવાજ વાણિયા પાંચસે એક સંપ કરે, તો પછી શરૂઆત કરવી સહેલી થઈ પડે. એવાં પાંચસે પાંચસે ઘર એની મેળે નિકળી નહિ આવે. પ્રયત્ન શિવાય કશું બનતું નથી, તે પછી આ મહાભારત કામ તો શી રીતે બને ? એ કરવા પ્રયત્નની તો શું, પણ ભગીરથ પ્રયત્નની જરૂર છે. તે પ્રયત્ન કેવી રીતે કરે તે સંબંધી હવે વિચાર કરીએ.
પહેલું એકે ભાણે ખપતા વગના જુદા જુદા સમાજે સ્થાપવા એટલે ભાણે ખપતા નાગરાનો એક અથવા બે સમાજો, ભાણે ખપતા બ્રાહ્મણોને એક સમાજ, ભાણે ખપતા વાણિયાઓને એક સભાજ, ભાણે ખપતા કણબીઓને એક સમાજ, અને જરૂર પ્રમાણે અન્ય વર્ણને એક એક સમાજ, એ પ્રમાણે સમાજે સ્થાપવા; તેમાંય મુખ્યત્વે નાગરે, બ્રાહ્મણો, વાણિયાઓ, અને કણબીઓનાઃ કેમકે અન્ય વર્ણ બ્રાહ્મણ વાણિયાને ઉજળી વણેનું અનુકરણ જલદી કરે છે. વિધવા વિવાહમાં કણબીઓ અને અન્ય વર્ણએ બ્રાહ્મણ વાણુઓનું
અનુકરણ ઘણે દરજે કર્યું છે, ને હજી કરતા જ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com