________________
(૭૮)
આજકાલ સુધારાવાળા અને વિરૂદ્ધ પક્ષનાનું યુદ્ધ જબ૩ ચાલે છે. તેમાં કોઈ વિષયની બાબત મતભેદ હેય તે વાત તે જુદી, ૫ રંતુ સુધારાવાળાને માથે એક દોષ એવો મુકવામાં આવે છે, કે તેઓ કહે છે તે પ્રમાણે ચાલતા નથી. દેશના કમનશીબે વખતે વખતે એવાં દાંત મળી પણ આવે છે. પરંતુ અમે કહીએ છીએ કે એવાં દષ્ટાંતેથી માત્ર એટલું જ જણાઈ આવે છે કે નાતને દર અસહ્ય છે. ને તેને જુલમ સહન કરવા જેટલી હિમ્મતવાળા ઘણુ થોડા નિકળે છે. નાતને દેર, જગતની નિંધા, અને સ્ત્રી કેળવણીની ખામીને લીધે વખતે કુટુંબને કલેશ, માણસના મનની સ્વતંત્રતાને તદન હરિ લે છે, માણસોને નામર્દ ને બાયલા બનાવી દે છે, એટલે પછી તે ન ચાલ્યું - ધળિ કરી ચીલામાં પડે છે. જેઓ બોલ્યા પ્રમાણે વર્તી શક્તા નથી, તેઓને બચાવ કરવાને બિલકુલ ઇરાદો નથી, ને અમે પણ કહીએ છીએ કે એ વર્તણુંક ભૂષણરૂપ નથી. પરંતુ કોઈ અગત્યને સંસારિક સુધારો કરતાં કેટલા ડુંગર ઓળંગવાના છે, ને કેટલી હિમત રાખવાની છે તે માત્ર બતાવવાને અમારા ઇરાદે છે. એ વાત ખરી છે કે એવા બહાદુર અને દેશભક્ત ઘેર ઘેર નિવડતા નથી; કંઈ ઘેર ઘેર હીરા પાતા નથી; અને જે થોડા ઘણા એવા થવાને પ્રયત્ન કરે છે તેમાંના કેટલાક તે પાછા પડે છે, એથી ઘણજ થોડા ખરા હીરા હેયછે. વળી હાલની નાતોનું બંધારણ જોતાં એવી કાઈહિમ્મત ધરે એમ બની શકે એવું લાગતું નથી. હાલ નાતે બાબત એ છે કે એક નાતમાંથી જે કોઈને નાત બહાર મુંકવામાં આવે તેતે બધી નાતેમાંથી નાત બહાર થઈ જાય છે. એને ગમે તે કારણથી નાત બહાર મુક્ય હોય, એટલે વટલાયો ન હેય ને નાત બહાર મુકયો હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com