________________
( ૮૭) પડે છે ! પરંતુ વિચાર કરતાં એ હથિયારનું પાણી કેટલું છે તે જણાઈ આવ્યા વિના રહેતું નથી. હથિયાર તો દેખાય છે, પણ ખરું જોતાં તે તે બિલકુલ લેટું-અરે ખોટું લોઢું પણ નથી, પરંતુ એ તે લાકડાનું ખોટું હથિયાર એપ ચઢાવી ખરું દેખાડેલું છે. આપણામાં કહેવત છે કે “બાપનો કું હેય માટે તેમાં કંઈ ડુબી મરાય નહિ.” વળી સોનાની પાળી હોય તે કંઈ પેટ ભરાય નહિ. જ્યારે બાપની રૂઢી આપણને, આપણા કુટુંબને, આપણા પેટને છોકરાંને, આપણા સંસાર સુખને, આપણું ધર્મને ને ટુંકામાં આપણું સર્વસ્વને મહેતા ઝંડીયા કુવામાં નાંખે એવી હોય તો પછી એ રૂઢી શા માટે રાખવી જોઈએ. એવી રૂઢી રાખી આપણે આપણું જ પ્રકારની હાનિ શા માટે થવા દેવી જોઇએ ? રૂઢી માણસોએ જ કરી છે, ને તે જ્યારે અનુકુળ ન આવે ત્યારે ફેરવવાને માણસને અધિકાર છે. બાપદાદાઓને કે ઘરડાઓને એમાં ગાંડા કે મૂર્ખ પણ કહેવાની જરૂર નથી. માત્ર કહેવાનું એટલું જ છે કે હાલ અમુક રૂઢી ચાલે છે તે અમને અનુકુળ આવતી નથી, ને તેથી અમારી ઘણે પ્રકારે હાનિ થાય છે, માટે તે તજવી જોઈએ. એમ કહેવામાં બાપદાદાની કે ઘરડાઓની સમજ, અણસમજની વાત કયાં આવે છે! પરંતુ અમે પુછવાની રજા લેઈએ છીએ કે આપણે સઘળી સ્થાપિત રૂઢીઓને વળગી જ રહ્યા છીએ? આપણે શું વખતે વખતે રૂઢીઓ ફેરવતા નથી ? એવી રીતે રૂઢીઓ વખતે વખતે બદલ્યાનાં ઘણુય દ્રષ્ટાંત મળી આવે છે. પ્રથમ તે આ નાતોની વ્યવસ્થાના સંબંધની રૂઢીની જ વાત કરીએ? એક બ્રાહ્મણની ચોરાશી ને એક વાણિયાની ચોરાશી નાતે ને થયાને તો કેટલાંક વર્ષો થયાં છે, પરંતુ એ નાતેના એકડા, કે ગેળ થયાને કેટલાં વર્ષ થયાં છે? ફક્ત ત્રણ ચાર કોડી વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com