________________
( ૭૬ )
બીજી રીતના પણ જુલમ ગુજારવામાં આવતા. ધિમે ધિમે હવે એ જુલમ ઓછું થતું જાય છે, પરંતુ તેમને નાતમાં જવાની કે બીજી કોઈ નાતવાળા સાથે તેમને વ્યવહાર બંધાવાની આશા રાખવી મિથ્યા છે. એથી એનું પરિણામ પણ એ આવ્યું કે એવા પુર્વિવાહવાળાઓની એક જુદી નાત થઈ, એટલે એ ઉપાયથી પણ લાભ થશે જોઈએ તે બિલકુલ થયે નહિ. એ ઉપરથી જણાય છે કે આ હાનિના ઉપાય લેવાની અગચ બહુ વર્ષોથી જણાઈ છે. પરંતુ દિર્ધ વિચાર કરી કઈ ખરે ઉપાય આજ સુધી લેવામાં આવ્યો નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે, એ દુઃખદાયક હાનિ દૂર કરવાને ખરે ઉપાય કિયો છે ? એ પ્રશ્નનો જવાબ આપવાનું કામ કંઈ સહેલું નથી. સામાન્ય રીતે એ જવાબ આપી શકાય કે જ્યાં ભાણું વ્યવહાર છે, ત્યાં જે કન્યા વ્યવહાર કરવાનો રિવાજ દાખલ થાય તે કન્યા આપવા લેવાનું ક્ષેત્ર મે હું થાય, અને હાલ કન્યા વ્યવહારના સખ્ત પ્રતિબંધથી જે હાનિકારક પરિણામો થયાં છે તે ઘણું કરીને અટકે. પરંતુ આ ઉત્તર પરિપૂર્ણ છે એમ કહી શકાશે નહિ. ખર ને મોટો પ્રશ્ન તે એ છે કે ભાણા વ્યવહાર ત્યાં કન્યા વ્યવહારને રિવાજ શી રીતે દાખલ કરીએ તે થાય ? એનો ઉત્તર બે રીતે આપી શકાય. એક તો એ કે જે રસ્તે આપણે ઉતર્યા છીએ,-પડ્યા છીએ,–તેને તે રસ્તે પાછા ચઢવું, ને બીજો એક એવો વ્યવહાર કરનારાઓને એક જુદો વર્ગ બાંધવો, એપ્રલે ધિમે ધિમે તેની વૃદ્ધિ થતી જશે, ને કાળે કરીને એ વ્યવહાર ઘણા લોકોમાં દાખલ થઈ જશે. જે રસ્તે ઉતર્યા છીએ તે જ રસ્તે ચઢવું, એમ કહેવાનો અર્થ એ થાય છે કે જે નાતેના એકડા કે ગોળ બંધાયા છે તે પ્રથમ તોડવા, એટલે પાછી રાશી ચોરાશી નાતેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com