________________
(૭૪) ઉત્તમ બેળિયું જે ઈશ્વરે આપ્યું છે તે ફરી ફરીને મળનાર નથી, એ સમજ દૂર થઈ નહિ, તેથી ભાણા વ્યવહારવાળી બીજી નાતમાંથી કન્યા લાવ્યા પછી પાછું નાતમાં જવાને લેભ માણસના મનમાં રહેવા લાગ્યો. વળી નાતનું બંધારણ એવું છે કે એ માણસને કોઈપણ નાત પિતાની નાતમાં લે નહિ, તેથી એવા લોકોની એ પ્રમાણે જુદી ના થાય એમાં નવાઈ નથી. એ પ્રમાણે હાલ વડનગરા બાયડ, વિસનગરા બાયડ, સાદ્રા બાયડ, ઔદિચ બાયડ એવી એવી ભિન્ન ભિન્ન નાતો છે. વાણિયાઓની નાતમાં પણ કન્યા માટે ઘણીક નાતેમાંથી લોકો જુદા પડ્યા છે. પરંતુ તેઓની પણ બ્રાહ્મણની માફકજ એક એક નાત વધી એટલું જ થયું. વિશા ખડાયતા વાણિયામાં પુખળ એકડા બધાયા છે, છતાં ઘણાખરા એકડાઓમાં કન્યાની બહુ અછત ચાલુ રહી. કેઈ કોઈ એકડામાં ડાંક કહેવાતાં કુલીન પરોવાળ એને જ મફત કે કૃષ્ણાર્પણ કન્યા મળે છે, બાકી કન્યા વિક્રય અને સાટાં, ત્રેખડાં પુષ્કળ દાખલ થયાં છે. એથી ગરીબ અને ઘરમાં કન્યા વિનાનાં માણસોને કન્યા મેળવવાનું અશક્ય થઇ પડયું. આથી કેટલાક વિશા ખડાયતા બીજી નાતની કન્યાઓ લઈ આવ્યા. એ બધાને નાત બહાર મૂકવામાં આવ્યા છે, ને તેમનું સમાધાન થયું નથી તેથી તેમની એક જુદી નાત જેવું થયું છે. એમને ઘેર બાળબચ્ચાં થયાં છે. તે લેક એવી ઈચ્છા રાખે છે કે તેમની છેડીઓ વિશાખડાયતાઓને જ આપવી, કે કાળે કરીને તેઓ કે તેમનાં બાળબચ્ચાં ધે વાયને પાછા નાતમાં જવાય. અલબત કન્યાની ઘણી જ અછતને લીધે તેવા પણ નિકળે છે, તે વખતે એવાઓની કન્યા લાવનારનું સમાધાન પણ થાય. પરંતુ કહેવાની મતલબ એ છે કે એવા લોકોએ ભાણું વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર બાંધવાના ઇરાદાથી એવાં પગલાં ભરેલાં નથી હોતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com