________________
વિભાગ ૩ જ.
પ્રકરણ ર જે.
માઠાં પરિણામ દૂર કરવાના ઉપાય.
કહેવત છે કે “પાણી, પાણીને માગ કરે, તે પ્રમાણે દરેક હાનિની હદ હોય છે. જ્યારે તે હાનિ પોતાની અવધિએ પહોંચે છે, ત્યારે સ્વભાવિક રીતે જ તે દૂર કરવાના ઉપાય વગર કર્યું પણ થએ જાય છે. માણસને ખોરાક ન મળતો હેય તે તે ભૂખ વેઠાય ત્યાંસુધી વેઠે, પણ અત્યે ભૂખનું દુઃખ વધે એટલે તેને ઉપાય કરવાનો વિચાર કેયાન કર્યા સિવાય પણ તે થાય. છેવટ કંઈ રસ્તો ન સુઝે તો ચોરી પણ કરે. ચોરી લાવી ભૂખ મટાડે એ ભૂખને ઉપાય તે થયે, પરંતુ તે ઉપાય
ગ્ય છે એમ કોઈનથી કહી શકાશે નહિ. આપણા કન્યા વ્યવહારના સંબંધમાં પણ એમ બન્યુ છે. કન્યા વ્યવહારના પ્રતિબંધનું દુઃખ દહાડે દહાડે વધતું ગયું ને તે એટલે દરજે પહોંચ્યું કે માણસને સ્વભાવિક રીતે તેના ઉપાય શોધવા પડ્યા. પરંતુ કહેવાને દિલગીર છીએ કે એ ઉપાયો સંતોષકારક નિવડ્યા નથી, અને જે હાનિ દૂર કરવાના હે તુથી કરવામાં આવ્યા તે હાનિ ઘટવાને બદલે વધતી ગઈ; એટલે ભૂખ્યા માણસના ચેરીના ઉપાય જેવા ઊપાય થયા છે. ઘણું કરીને આ છેલ્લા ત્રણચાર કેડો વર્ષોમાં એ હાનિ દૂર કરવાના જે ઉપાયો લેવામાં આવ્યા છે તે મુખ્યત્વે ત્રણ છે. એક તે મેટી નાતો તેડી નાની નાની નાતે, વાડા, એકડા થયા, ને કન્યા વ્યવહારના ક્ષેત્રની હદ બધાઇએમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com