________________
(૭૦ ) નહિ ને ઘણું કરીને ધાર્મિક ઐક્ય પણ નહિ, ત્યારે એ બધા એક પ્રજા છે એમ માત્ર “હિંદુ' નામ ઉપરથી જ કહેવાનું કે બીજા કંઈ કારણથી કહેવાનું રહ્યું છે ઇંચ અને અંગ્રેજ ભિન્ન ભિન્ન પ્રજાઓ છતાં તેમની વચ્ચે ઐયનાં જે સામાન્ય કારણો છે તેટલાં પણ ગુજરાતી અને બંગાળી વચ્ચે ઐક્યનાં સામાન્ય કારણો નથી, એમ કહિયે તે તે અતિશયોક્તિ નહિ કહેવાય. આ કંઈ નાની સુની હાનિ નથી. આ પણું સંસાર સુખ, આપણું રાજ્ય અને આપણું વાસ્તવિક ધર્મબળ આ ઐ તુટવાથી નાશ પામ્યાં છે. એ ઐક્ય તેડવામાં આપણું દહાડે દહાડે વધતી જતી જ્ઞાતિઓએ અને આપણું કન્યા વ્યવહારના પ્રતિબધે એ કામ નથી કર્યું. સંસાર વ્યવહારના કે કન્યા વ્યવહારના સંબંધ વિના એક બીજાને માટે લાગણી ક્યાંથી રહે ને લાગણ વિના એય શેનું ! આ બધાં દુષ્ટ અને હાનિકારક પરિણામે કન્યા વ્યવહારના દહાડે દહાડે વધતા જતા પ્રતિબંધથી નિપજ્યાં છે, એકલે હાલ જે કન્યા વ્યવહારના પ્રતિબંધની રૂઢીઓ છે તે બહુ નુકશાન કારક છે એમ સહસા માલમ પડી આવે છે. આપણી પ્રજાનું ભલું ઇચ્છનારાઓને ધર્મ છે કે એવી દુષ્ટ અને હાનિકારક રૂઢીઓ કાઢી નાંખી તેને બદલે સારી અને લાભકારક જણાય તે દાખલ કરવાનેખરું કહીએ તો, સુધારો કરવાને-પ્રયત્ન કરવો જોઈએ. દુષ્ટ રૂઢી હોય તે દુષ્ટ છે એમ કબુલ કરવું, તેને તેના ખરા સ્વરૂપમાં ચિતરવી, તેને સુધારવાના ઉપાય ખોળી કાઢવા અને તે કામે લગાડવા એમાં જ દેશનું હિત અને એમાં જ સ્વદેશનું સ્વદેશ ભિમાન રહેલું છે.
૧ દત્તકૃત ઉપર કહેલું પુસ્તક ૧લું, પૃષ્ઠ ૨૩૮.
ઉપર કહેલ સુદર્શનને વધારો, પૃષ્ઠ ૧.
૨ સિદ્ધાંત સાર, પુષ્ટ ૫૮ મે ટીકા પહેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com