________________
(૬૪)
વ્યાજબી અંકુશની તરવાર ખસેડી લે ને પછી તે બોલે છે કે નહિ તે જુઓ. માટે સ્ત્રીઓ પોતાની સ્થિતિ વિષે અસંતોષ બતાવતી નથી, એ મિથ્યા વાદ છે, ને બુધિને ભ્રમ છે. અમે તે હાનિકારક રૂઢીને હા. નિકારક જ કહીશું. વૈધવ્યને વધારે થવાનું એક સીધું કારણ તે બાળ લગ્ન છે; બીજું કારણ કન્યાવિક્રય છે; અને એ બંને હાનિકારક રૂઢીઓનો પ્રચાર દહાડે દડાડે કેમ વધતો જાય છે એ બતાવવામાં આવ્યું છે, તે ઉપરથી જ ય છે કે વૈધવ્યના વધારાનું મૂળ બીજ પણ નાતોના ભેદના વિસ્તારમાં કંઇક છે.
૧૧ અનીતિની વૃદ્ધિ-નાની સંખ્યા વધવાથી કન્યાઓની અછત થાય છે, ને કન્યાઓની અછતથી અનીતિની વૃદ્ધિ થાય છે એ. કેઈથી ના કહી શકાશે નહિ. નીતિ એ સંસારિક સુખને પાયો ને સંગ સાર મંડળનું જીવન છે. જે સંસાર મંડળની નીતિ ઊંચા દરજજાની ન હોય તે સંસાર મંડળના સંસારિક સુખની હાનિ થાય એમાં શી નવાઇ ! આ દેશની નીતિ વિશે સામાન્ય રીતે બોલતાં તે ઊંચા દર
જાની છે એમ કહેતાં આપણે આચકો ખાવે પડે છે. એવું હાનિકારક પરિણામ શાથી આવ્યું તેનો વિચાર કરવાની અગત્ય છે બાળલગ્ન, કજોડાં, વૈધવ્ય, અને કન્યાની અછત એ આદિ કારણેથી આપણા દેશની સંસારિક નીતિની ઘણું હાનિ થઈ છે. એ બધા માઠા રિવાજોનું મૂળ કન્યા આપવા લેવાની નિયમિત મર્યાદામાં છે, એટલે આવા આવા પ્રતિબંધથી અનીતિની વૃદ્ધિ થાય છે એ કહેવું પણ વાસ્તવિક લાગે છે.
૧૨ એક પ્રજાના અકયની હાનિ–હિંદુ એક પ્રજા કહેવા માત્ર છે. ગુજરાતી, દક્ષિણ, બંગાળી, ૫જાબી કે મદ્રાસી આદિ વચ્ચે ઐયનું સામાન્ય કારણ શું છે? રાજકીય ઐકય નહિ, ને સંસારિક ઐbe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com