________________
(૬૭) તેમાં પણ વર ના ને કન્યા મેટી એવાં સ્વામછડાં થવાનું મુખ્ય કારણું ખોટું કુળાભિમાન હોય છે, છેક જ ભડાને મીંઢળ બાંધવાનું કારણ કન્યા વિક્રય છે, પરંતુ સામાન્ય રીતે બેલતાં બીજી ઘણી ખરી જાતનાં કજોડાં તે પસંદગીનું ક્ષેત્ર નાનું હોવાથી થાય છે ને એ ક્ષેત્ર નાનું શાથી હોય છે ? માત્ર નાતેના ભેદને વિસ્તાર વધવાથી. •
૧૦ વિધવ્ય–સંસારમાં સ્ત્રીને વૈધવ્ય સમાન દુઃખ શું છે? કંઈ જ નથી. સ્ત્રી વિધવા થઈ એટલે શું થયું ? અરે, એ તો સંસારમાં એક જનાવર કરતાં પણ ભુંડી થઈ. પશુને જેટલું સુખ લભ્ય છે તે ટલું પણ તેને પ્રાપ્ય નથી. તે આ સંસારમાં નકામી થઈ. તેણે સ્ત્રીપણુંજ ભુલી જવું જોઈએ, તેણે કોઈ પણ જાતની ઈચ્છા રાખવી ન જોઈએ, તેણે આહાર વિહારના, પહેરવા ઓઢવાના, સુવા બેસવાના ને ટુંકામાં તમામ જાતના વૈભવ તજવા જોઈએ. તેણે ઓશિયાળો આવતાર કાઢવો જોઈએ. તેણે ધધધારી કરીને, સગાં વહાલાનાં મન રાખીને તથા ખુશામત કરીને કુટુંબમાં માથું મારી રહેવું જોઈએ. તેણે સર્વ પ્રકારની ઉમદા વૃત્તિઓ પિતાનામાં ઉત્પન્ન થવા દેવી ન જોઈએ, જેમ શહને વેદનો અધિકાર નહિ તેમ તેને પ્રીતિદેવીની ભક્તિનો અધિકાર નહિ ! કેટલી અધમ સ્થિતિ ! આ બિચારીઓના દુદેવનો કંપ કાંઠે છે! આજ કાલ કેટલાક એમ કહે છે કે ના, ના, અમારા દેશની વિધવા સ્ત્રીઓની હાલત કંઈ ભુડી નથી; તેઓ પોતે પોતાની હાલતથી અસતિષી નથી. આ તે આજ કાલના સુધારાવાળા એમની સ્થિતિ કાળી ચિતરે છે, બાકી તે તો બિલકુલ કાળી નથી ! આ બધું પરદેશીએના આગળ મતભેદના ભય શિવાય કહેવાનું સહેલું છે. જેઓએ આપણી સંસારિક સ્થિતિનો અભ્યાસ કર્યો નથી કે જેને આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com